કેસ્ટર ઓઇલને એરંડા તેલ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરવથી વાનો ગ્રોથ થાય છે. તેમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ વાળાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ તેનો ઉપયોગ કરવાથી વાળને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય.
એક ચમચી કેસ્ટર ઓઇલ અને નાળિયેરનું તેલ એક વાટકીમાં સારી રીતે મિક્સ કરો લો, પછી આ તેલને સારી રીતે માથાના વાળમાં લગાવો.
વાળમાં કેસ્ટર ઓઇલ લગાવીને પછી થોડીવાર સુધી હળવા હાથે મસાજ કરો આનાથી તેલ આખા વાળમાં સારી રીતે લાગી જશે.
વાળમાં તેલ લગાવ્યા પછી લગઊગ 2 કલાક પછી શેમ્પૂ કરી લો, સારા પરિણામ માટે તમે આ તેલને આખી રાત લગાવીને રાખી શકો છો.
કેસ્ટર ઓઇલનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો.આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા વાળમાં તફાવત જોવા મળશે.
કેસ્ટર ઓઇલ વાળને મજબૂત તો બનાવે જ છે સાથે તે વાળનો ગ્રોથ કરવામાં પણ મદદ કરે છે.
કેસ્ટર ઓઇલમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે.તે વાળમાં ખોળો અને ખોપરીમા ખંજવાળની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે.
વાળમાં એક ચમચી કેસ્ટર ઓઇલ લગાવાથી વાળને સફેદ થતા અટકાવે છે. તેની થોડી માત્રા વાળ માટે ફાયદાકારક છે.
વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કેસ્ટર ઓઇલનો નિયમિત ઉપયોગ કરો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.