ઠંડીમા શરદી ખાંસીની સાથે વાળ સાથે જોડાયેલી વાળની સમસ્યાઓ પણ વધી જાય છે. એવામા જો તમે ઠંડીમા વાળને મજબૂત રાખવા માંગો છો તો તમે ઈલાયચીના તેલનો ઉપયોગ કરી શકો છો. ચલો જાણીએ તેના ફાયદા વિશે.
ઈલાયચીમા એંટી ઓક્સિડેંટ્સ અને એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જેનાથી વાળની સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
3 તજ અને 12 ઈલાયચીને સારી રીતે પીસી લો. હવે તેમા એક ચમચી મધ અને એક કપ ઓલિવ તેલને ઉમેરો. આ ત્રણેયના મિશ્રણને હવે એક ડબ્બામા ભરી લો.
ઈલાયચીમા રહેલા એંટી વાયરલ ગુણ ખોડાની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત તે માથાના ભાગમા સફાઈ પણ કરે છે.
ઈલાયચીના તેલને લગાવવાથી વાળ ખરવાની સમસ્યાને રોકવામા મદદ કરે છે. તેમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ વાળને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.
વાળનો કોમળ બનાવવા માટે ન્હાયા પહેલા ઈલાયચીનુ તેલ વાળમા લગાવો. ઈલાયચીનુ તેલ વાળને હાઈડ્રેટ રાખવામા મદદ કરે છે.