શિયાળાની સિઝન શરૂ થતાં જ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધવા લાગે છે. જેને દૂર કરવા માટે તમે કપૂરની મદદ લઈ શકો છો. આ માટે કપૂરનો ઉપયોગ કેવી રીતે કરશો, તેના વિશે જાણો...
એન્ટી ફંગલ ગુણોથી ભરપુર કપૂર ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે લાભદાયી નીવડશે. જેને લગાવવાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેમાં સ્કેલ્પને ઠંડક આપવાના ગુણ હોય છે. જે ખણ આવવી અને બળતરા જેવી સમસ્યા દૂર કરે છે.
તમે માથામાં ડાયરેક્ટ કપૂર લગાવી શકો છો. જેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ખૂબ જ ફાયદેમંદ નીવડી શકે છે.
ડેન્ડ્રફની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમે કપૂરને નારિયેળના તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો. નારિયેળના તેલને સામાન્ય ગરમ કરીને તેમાં કપૂરનો પાવડર મિક્સ કરીને પછી તેનાથી સ્કેલ્પ પર મસાજ કરી શકો છો.
કોઈપણ હેર ઑઈલને સામાન્ય ગરમ કરીને તેમાં કપૂરનો પાવડર મિક્સ કરો. હવે તેમાં કાચા ઈંડા મિક્સ કરીને માથામાં માલિશ કરો. 10 મિનિટ પછી વાળ ધોઈ નાંખો અને દુર્ગંધ દૂર કરવા માટે શેમ્પુ કરો.
ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે તમે તમારા વાળમાં એલોવેરા જેલ સાથે કપૂર લગાવી શકો છો. આ પેક લગાવીને તમે 15 મિનિટ માટે છોડી દો, બાદમાં હેરવૉશ કરી નાંખો.
જો તમે તાજેતરમાં જ કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય, તો તમારે માથામાં કપૂરનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમે કપૂર લગાવવા માંગતા હોવ, તો પહેલા એક્સપર્ટની સલાહ અચૂક લેવી જોઈએ.