પાસ્તા, ડુંગળી સમારેલી, ટામેટા સમારેલા, આદુ ઝીણું સમારેલું, મોજરેલા ચીઝ, ચિલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, ટામેટા સોસ, લીલું મરચું સમારેલ, ધાણા સમારેલા, તેલ, મીઠું
સૌથી પહેલા એક વાસણમાં પાણી નાખીને ગરમ કરો. પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં પાસ્તા ઉમેરો. પાસ્તાને 5-6 મિનિટ માટે ઉકાળો જેથી તે સંપૂર્ણપણે નરમ થઈ જાય. પાસ્તામાંથી બધુ જ પાણી કાઢી લો. પાસ્તા પર ઠંડુ પાણી રેડી તેને બાજુ પર રાખી દો.
હવે ટામેટા, ડુંગળી, લીલા મરચા અને આદુના નાના-નાના ટુકડા કરી લો. આ બધી વસ્તુઓના ટુકડા કર્યા પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો. તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.
હવે એક પેન લો અને તેમાં તેલ ઉમેરો અને તેને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો. 1-2 મિનિટ સુધી હલાવતા રહીને પેસ્ટને ફ્રાય કરો.
તેમાં ટામેટાની ચટણી, ચીઝ અને લાલ મરચું પાવડર ઉમેરો અને મિક્સ કરો. આ પછી સ્વાદ મુજબ મીઠું નાખો.બધી સામગ્રી મિક્સ કરીને થોડીવાર રાંધ્યા પછી તેમાં પાસ્તા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.
હવે ગેસની આંચ ઓછી કરો અને પાસ્તાને 2-3 મિનિટ પકાવો. આ પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા પાસ્તા. તેને લીલા ધાણા, ચીઝ અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.