દરરોજ દૂધીનું જ્યૂસ પીવાથી ઝડપથી ઘટશે વજન, થોડા દિવસમાં દેખાશે અસર


By Sanket M Parekh19, Aug 2023 03:08 PMgujaratijagran.com

દૂધીનું જ્યૂસ

વધારે મહેનત કર્યા વિના વજન ઘટાડવા માટે દૂધીનું જ્યૂસ પીવો શ્રેષ્ઠ વિકલ્પ છે. જે શરીરને ડિટૉક્સ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

વેટ લોસ માટે દૂધીનું જ્યૂસ

જેમાં ફાઈબર હોય છે, જે ભૂખને ઓછી કરે છે. જેથી તમે ઓવર ઈટિંગથી બચો છો. જેના કારણે પણ વજન સરળતાથી ઘટે છે.

દૂધીનું જ્યૂસ ગુણકારી

દૂધીમાં ફાઈબર અને પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેમાં વિટામિન-સી, બી, કે, એ અને ઈ ઉપરાંત આયરન, ફોલેટ, પોટેશિયમ અને મેન્ગેનીઝ પણ હોય છે.

દૂધીનું જ્યૂસ પીવાના ફાયદા

જેમાં યુરિન વધારવા વાળા ગુણ હોય છે. જેનાથી વજન ઝડપથી ઘટે છે. આ સાથે જ મેટાબૉલિજ્મને વધારે છે અને ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.

કેવી રીતે જ્યૂસ બનાવશો

આ જ્યૂસ બનાવવા માટે દૂધીના કટકા કરીને તેના પાણીમાં ફૂદીનો, કોથમીર, મરી પાવડર મિક્સ કરીને બોટલમાં ભરી દો. જે બાદ આખા દિવસ સુધી એક એક ઘૂંટડો પીતા રહો.

કૉફી પાવડરની મદદથી નિખારો ચહેરો અને ડાઘ-ધબ્બા દૂર કરો