વજન ઘટાડવા દુધીનો ઉપયોગ કરો


By Jivan Kapuriya04, Jul 2023 10:53 AMgujaratijagran.com

હેલ્થ ટિપ્સ

વજન ઘટાડવા માટે દુધીનું સેવન ખુબજ ફાયદા કારક છે, આવો જાણીએ વજન ઘટાડવા માટે દુધીને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય.

દુધીનું સૂપ

દુધીમાં ડુંગળી, ટમાટા,શિમલા મિર્ચ વગેરે નાખીને તેનું સૂપ બનાવી શકાય છે અને આ સૂપ પિવાથી વજન ઘટાડી શકાય છે.

દુધીનું જ્યુસ

દુધીનું જ્યુસ સારૂ પાચન રાખવાની સાથે વજન ઘટાડવામાં ખુબજ ઉપયોગી થાય છે. જેને બનાવવા માટે દુધીને છીણી અને તેનું જુશ કાઢીને પીવુ

દુધીનું જ્યુસ

દુધીમાં ફૂદીનાના પાંદળા નાખીને તમે જ્યુસ બનાવી શકો છો ત્યારબાદ તેમાં કાળુ નમક (સંચળ) અને જીરાનો પાવડર મેળવીને તેનું સેવન કરી શકો છો.

દુધીનું શાક

દુધીમાં નમક અને હળદર નાખીને ગરમ કરો ત્યારબાદ જીરાનો વઘાર કરી સબ્જી બનાવો, દુધીની આવી સરળ સબ્જી વજન ઘટાડવા માટે ખુબ અસરકારક નિવળે છે.

દુધીના પોષકતત્વો

તમને જણાવી દઈએ કે, દુધીમાં કેલરીના માત્રા ઓછી હોવાની સાથે વિટામિન C,B,A અને E, ફોલેટ, આયરન,મૈગ્નીશિયમ તેમજ પોટેશિયમ હોય છે જે વજનને નિયંત્રણમાં રાખે છે.

ઉનાળામાં દુધી

દુધી ઓછી કેલરી વાળી સબ્જી છે જેનું વધુંમાં વધું સેવન કરો, આનાથી સારૂ પાચન થાય છે અને વજન સંતુલીત રાખે છે.

દુધીનું રાયતું

જો તમને દુધી પસંદ હોય તો, તેમની તમે અન્ય ડિશ પણ બનાવી શકો છો જેમ કે, દુધીનો હલવો,દુધી રાયતા વગેરે બનાવી શકાય.

જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો,દુધીનું સેવન કરો.

ફટાફટ બનાવો બ્રેડ બેસન ટોસ્ટ