ફટાફટ બનાવો બ્રેડ બેસન ટોસ્ટ


By Hariom Sharma04, Jul 2023 10:00 AMgujaratijagran.com

સવારે તમે ઝડપથી બેસન-બ્રોડ ટોસ્ટ તૈયાર કરી શકો છો. આ ખાવામાં પણ ટેસ્ટી હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે.

સામગ્રી

- બ્રેડ સ્લાઇસ 4થી 5 - ડુંગળી 1 - ટામેટા 1 - લીલા મરચા 2થી 3 - ધાણા - 1થી બે ચમચી - બેસન અડધો કપ - મીઠું સ્વાદ પ્રમાણે - ચાટ મસાલો અડધી ચમચી - દહીં 1થી 2 ચમચી

સ્ટેપઃ 1

સૌથી પહેલા એક બાઉલમાં બેસ, કાપેલી ડુંગળી, ટામેટા, લીલા મરચા, ધાણા વગેરે એડ કરો અને ત્યાર બાદ દહીં અને પાણી મિક્સ કરીને પસ્ટ બનાવો.

સ્ટેપઃ 2

હવે બેસનના આ પેસ્ટમાં મસાલા અને મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપઃ 3

હવે ગેસ પર તવો મૂકો ગરમ થયા બાદ તેમાં તેલ લગાવો.

સ્ટેપઃ 4

બ્રેડની સ્લાઇસને બેસનની પેસ્ટમાં મિક્સ કરીને તવા પર મૂકો અને બંને તરફ સેકો.

સર્વ કરો

બેસ- બ્રેડ ટોસ્ટ તૈયાર છે. આને તમે લીલી અથવા લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.

ટિપ્સ

બેસન- બ્રેડ ટોસ્ટ બનાવવા માટે તમે વાઇટ બ્રેડ સિવાય બ્રાઉન બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો.

પનીરથી બનાવો અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ