ગ્લોઇંગ સ્કિન માટે મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટની જરૂર નથી. ઘરમાં રહેલું બેસનનો ઉપયોગ પણ ત્વચા પર નિખાર લાવી શકે છે. આવો જાણીએ ત્વચા પર નિખાર લાવવા માટે બેસનના ફાયદા વિશે.
ગ્લોઇંગ સ્કિન માટે બેસનનો ઉપયોગ કરી શકાય છે. 2-3 ચમચી બેસનમાં 2 ચમચી દહીં મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સૂકાઇ જાય ત્યારે ચહેરાને સાફ કરી લો.
ત્વચામાં નિખાર લાવવા માટે તમે ચહેરા પર બેસ અને લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. લીંબુમાં સિટ્રિક એસિડ રહેલું છે, જે ચહેરા પરના ડાઘા-ધબ્બાની સમસ્યા ઘટાડે છે.
દૂધના ઉપયોગથી ત્વાચ સાફ થાય છે. આમા તમે બેસની સાથે દૂધ મિક્સ કરી શકો છો અને તેનો ઉપયોગ તમારે ચહાર પર કરો. કાચું દૂધ ત્વચામાં રહેલી ગંદકી અને ધૂળને સાફ કરવામાં મદદ કરે છે.
હળદરના ઉપયોગ કરવાથી ત્વચામાં નિખાર આવે છે સાથે તેમાં રહેલું એન્ટિ-ઓક્સિડેન્ટ સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ત્વચામાં નિખાર લાવવા માટે તમે હળદર, બેસન અને લીંબુને મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.