પેટની ગરમી અથવા એસિડિટીના કારણે વારંવાર છાલા પડવાની સમસ્યા થાય છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ છાલામાં રાહત અપાવતા કેટલાક ઘરેલું ઉપાય વિશે.
વારંવાર છાલાની સમસ્યામાં તમે એપ્પલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો.આ એસિડિક હોય છે,જે છાલાના બેક્ટેરિયાને ખતમ કરે છે.
લસણની અંદર એલિસિન રહેલું હોય છે, જે છાલાને દૂર કરે છે. વારંવાર છાલા થવા પર કાચું લસણ ચાવવું અથવા તો લસણની પેસ્ટ છાલા પર લગાવો.
ટૂથપેસ્ટમાં એન્ટિ-માઇક્રોબિયલ રહેલું છે, અને આ છાલા પેદા કરતાં ઇન્ફેક્શનને મારે છે. જે જગ્યા પર છાલા થયા છે ત્યા ટૂથપેસ્ટ લગાવવાથી રાહત મળે છે.
મુલેઠી પેટના ટોક્સિન્સને શરીરથી બહાર કાઢે છે, સાથે જ એસિડિટી અને પેટની ખરાબીને સુધારે છે. છાલા થવા પર મુલેઠી ખાવી અને તેના પાવડરને છાલા પર લગાવવો.
મોઢાંમાં વારંવાર છાલાની સમસ્યા થવા પર મધનો ઉપયોગ ફાયદાકારક રહે છે. મધમાં થોડી હળદર મિક્સ કરીને છાલાની જગ્ચા પર દિવસમાં 2થી 3 વાર લગાવો, છાલા ઝડપથી દૂર થશે.
છાલાની સમસ્યાથી પરેશાન છો તો, આમા નારિળના તેલનો ઉપયોગ ફાયદાકારક છે. મોઢાંના છાલા પર થોડું ગરમ નારિયળ તેલ લગાવવાથી છાલામાં રાહત મળે છે.
એલોવેરા જ્યૂસાં ફંગલ સામે રક્ષણ આપતા ગુણો હોય છે, જે વારંવાર થતાં છાલા દૂર થાય છે. એલોવેરા જ્યૂસના કોગળા કરવાથી છાલામાં રાહત મળે છે.
તુલસીના પત્તાની અંદર એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોઢાંના છાલાને દૂર કરે છે. છાલાથી રાહત મેળવવા માટે તુલસીના પત્તા ચાવવા ફાયદાકારક છે.