આજકાલ મહિલાઓ પોતાના સફેદ વાળને છુપાવવા અને સુંદર બનાવવા માટે અલગ-અલગ રંગના હેર ડાઈનો ઉપયોગ કરે છે. તે તકે શું તમે જાણો છો કે તમે ઘરે જ બીટની મદદથી તમારા વાળને કુદરતી કલર મેળવી શકો છો? ચાલો જાણીએ કેવી રીતે.
તમારા વાળ પર રંગ કરવા માટે તમારે બીટ પલ્પ, મેંદી પાવડર અને આમળા પાવડરની જરૂર પડશે.
હવે એક મોટા બાઉલમાં બીટનો પલ્પ, 4 ચમચી મહેંદી પાવડર, 2 ચમચી આમળા પાવડર ઉમેરો અને આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
પેસ્ટ તૈયાર કર્યા પછી તેને તમારા વાળમાં સારી રીતે લગાવો અને 2-3 કલાક પછી તમારા વાળ ધોઈ લો. આ રીતે તમારા વાળનો કલર સરળતાથી કુદરતી રીતે બની શકે છે.
જો તમે તમારા વાળને કલર કરવાની સરળ રીત શોધી રહ્યા છો તો તમે નારિયેળ તેલ અને બીટની મદદ લઈ શકો છો. તેનાથી વાળમાં ચમક આવે છે.
આ માટે સૌથી પહેલા એક મોટુ બીટ લઈને કાપો અને તેનો રસ કોઢો ત્યારબાદ રસને બાઉલમાં નાખીને તેમાં 4 થી 5 ટીપાં નારિયેળ તેલ ઉમેરો અને મિક્સ કરો.
હવે આ રસને બ્રશની મદદથી વાળ અને મૂળમાં સારી રીતે લગાવો. આ પેસ્ટને લગભગ 2 કલાક સુધી લગાવ્યા બાદ તમારા વાળ ધોઈ લો.
તેનો ઉપયોગ કરવાથી હેર કલર સાથે ડેન્ડ્રફની સમસ્યા પણ ઓછી થવા લાગે છે. તે જ સમયે, બીટરૂટ વાળની ડ્રાયનેસ દૂર કરે છે અને ચમકદાર બનાવે છે.
બીટમાંથી બનેલા આ કુદરતી હેર ડાઈનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.