Amla For Hair: હેર કેર માટે આમળાનો ઉપયોગ કેવી રીતે કરવો


By Vanraj Dabhi26, Nov 2024 03:35 PMgujaratijagran.com

આમળા તેલ

વાળને કાળા અને લાંબા કરવા માટે તમે આમળાના તેલનો ઉપયોગ કરી શકો છો.

આમળા પાવડર અને દહીં

આમળાના પાવડરમાં 2 ચમચી દહીં અને 1 ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને 20 થી 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો અને પછી હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.

આમળા અને મધનું મિશ્રણ

આમળાના પાવડરમાં મધ ઉમેરીને મિક્સ કરી આ મિશ્રણ વાળમાં લગાવો જે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે.

આમળાનું પાણી

તમારા વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે તમે આમળાનું પાણી પણ વાળમાં લગાવી શકો છો અને તેને પાણીમાં ઉકાળીને આ પાણીને બીજા દિવસે સવારે વાળમાં લગાવી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા શું કરવું, જાણો