Cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા શું કરવું, જાણો


By Vanraj Dabhi26, Nov 2024 02:39 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ

શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલના કારણે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. સાથે જ સારા કોલેસ્ટ્રોલથી શરીરને ફાયદો થાય છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો

આજે અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવીશું, જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરમાં મદદ કરશે.

ચિયા બીજ

આ બીજ ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. તે ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધારવાની સાથે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે.

મેથીના દાણા

મેથીના દાણામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે. આ બીજ રોજ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થાય છે.

સૂર્યમુખીના બીજ

સૂર્યમુખીના બીજ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. આ બીજમાં વિટામિન E હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે.

કિસમિસ

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવા માટે કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને ખાવ, આ શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.

ઓટ્સ

ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે, જે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Belly Fat Exercises: પેટની ચરબી ઘટાડવા માટે રોજ આ એક્સરસાઇઝ કરો