આમળાનો આ રીતે ઉપયોગ કરવાથી સફેદ વાળ ઘટી શકે છે


By Jivan Kapuriya24, Jul 2023 02:37 PMgujaratijagran.com

જાણો

આજકાલ ખોટી જીવનશૈલીના કારણે વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ સામાન્ય બની રહી છે. તેનીથી બચવા માટે ઘણા લોકો અલગ-અલગ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમ છતા તેઓ તેનાથી છુટકારો મેળવતા નથી. આવી સ્થિતિમાં તમે આમળાનો ઉપયોગ કરીને તમારા સફેદ વાળને ઘટાડી શકો છો. આવો જાણીએ.

આમળાનું જ્યુસ

જો તમારા વાળ સમય પહેલા સફેદ થઈ રહ્યા હોય તો તમારે દરરોજ એખ ગ્લાસ આમળાનું જ્યુસ પીવું જોઈએ. વાસ્તવમાં તેને પીવાથી તમારા શરીરને વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ સીધા જ મળે છે, જે તમને આ સમસ્યાઓથી રાહત આપે છે.

આમળાથી વાળ ધોવો

આમળાના પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને વાળમાં કોલેજન વધે છે. આ સિવાય તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો પણ સ્કેલ્પ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

આમળા પાવડર અને વિટામિન-ઈ

આમળાની પાવડરમાં વિટામિન-ઈની ગોળીઓ મિક્સ કરો. તેની અંદર એલોવેરા જેલ પણ નાખો. આ હેર પેક વાળમાં લગાવવાથી કોલેજન વધે છે અને સફેદ વાળ ઓછા થાય છે.

આમળામાં ફટકડીનું પાણી

ફટકડી વાળ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. બંનેને મિક્સ કરીને સરસ પેક બનાવો અને વાળમાં લગાવો. તે અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે.

આમળાને પીસીને લગાવો

તમે આમળાને પીસીને સીધા તમારા વાળમાં લગાવી શકો છો. તેનાથી વાળમાં કોલેજનનું ઉત્પાદન પણ વધે છે. તેનાથી તમારા વાળના મૂળ પણ મજબૂત થાય છે.

નાળિયેર તેલ અને આમળા

આમળા પાઉડર અને નાળિયેર તેલને મિક્સ કરીને તમારા વાળમાં લગાવો. આનાથી પણ સફેદ વાળની સમસ્યા ઓછી થઈ શકે છે.

આમળા ખાવ

દરરોજ તમારા આહારમાં એક આમલાનો સમાવેસ કરો. આમળામાં વિટામિન સી,ઝિંક અને આવા ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેના ઉપયોગથી ત્વચા અને વાળ બંને સારા રહે છે.

સફેદ વાળની સમસ્યાને ઓછી કરવા માટે તમે આમળાને પણ લગાવી શકો છો.

શું લીલા સફરજન ખાવાના આ અદ્ભુત ફાયદા વિશે તમને ખબર જ નથી, આવો જાણીએ