લાલ સફરજનના ફાયદા વિશે તો બધા જાણે છે, પરંતુ લીલા સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડોક્ટરનું કહેવું છે કે લીલું સફરજન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. વાસ્તવમાં સફરજન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.
મોટાભાગના લોકો વજનથી પરેશાન છે. આવા લોકો માટે લીલા સફરજન ખૂબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે તમારે તમારા આહારમાં લીલા સફરજનનો સમાવેશ કરવો જોઈએ.
ખરાબ જીવનશૈલીના કરણે લોકોને લીવર સંબંધિત બીમારીનો સામનો કરવો પડે છે. લીલા સફરજન લીવરને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.
લીલા સફરજનમાં કેલ્શિયમ,પ્રોટીન,મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો મળી આવે છે. તેમની મદદથી હાડકાને મજબૂત બનાવી શકાય છે.
લીલું સફરજન તમને હૃદય સંબંધિત બીમારીઓથી પણ બચાવી શકે છે. લીલા સફરજનમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ પણ બળતરા ઘટાડવા માટે ફાયદાકારક છે.
લીલા સફરજન તમારા મગજના સ્વાસ્થ્યને સુધારી શકે છે. જો તમે રોજ એક સફરજન ખાવ છો તો આ આદત તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.
રિપોર્ટ્સ અનુસાર લીલું સફરજન બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત તે ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવનાને ઘટાડે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.