કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ રીતે એલોવેરાનો ઉપયોગ કરો


By Hariom Sharma31, May 2023 10:30 AMgujaratijagran.com

એલોવેરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આનો ઉપયોગ કરી તમે હાઇ કોલેસ્ટ્રોલથી રાહત મેળવી શકો છો. આવો જાણીએ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કેવી રીતે એલોવેરાનો ઉપયોગ કરવો.

એલોવેરા ખાવ

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે સીધી રીતે એલોવેરાનું સેવન કરી શકો છો. આ નસોમાં ફેટ જમા થતું રોકે છે. આને ખાવાથી બેડ એટલે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટે છે.

એલોવેરા જ્યૂસ

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટ એલોવેરાના જ્યૂસનું સેવન કરી શકો છો. આને પીવાથી નસોમાં જમા કોલેસ્ટ્રોલ સરળતાથી ઘટે છે. વજન ઘટાડવા માટે તમે આ પી શકો છો.

એલોવેરા, મધ અને લીંબુ

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે પાણીમાં એલોવેરા જેલ, મધ અને લીંબુ મિક્સ કરીને પી શકો છો. આ શરીરની વધારાની ચરબી કાઢવાના સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

એલોવેરા સ્મૂધી

જો તમે એલોવેરા ખાવાનું અથવા જ્યૂસ પીવાનું પસંદ નથી કરતાં તો તમે એલોવેરાની સ્મૂધી બનાવીને પી શકો છો. આને પીવાથી હાઇ કોલેસ્ટ્રોલમાં રાહત મળે છે.

એલોવેરાનું શાક

એલોવેરાનું શાક બનાવીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. આને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહેવાની સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

બદામ શરબત પીવાના ફાયદા