ખરાબ લાઈફસ્ટાઈલની અસર વાળના સ્વાસ્થ્ય પર પણ પડે છે. જેથી વાળ ખરવા, કમજોર થવા તથા વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યાઓ માથામા જોવા મળતી હોય છે.
આજકાલ છોકરા અને છોકરીઓ બન્ને નાની ઉંમરે સફેદ વાળથી હેરાન છે. બજારમા મળતી પ્રોડ્કટ્સનો ઉપયોગ કરવા છત્તા સફેદ વાળની સમસ્યા માથી છૂટકારો મળતો નથી.
સફેદ વાળને કાળા કરવા માટે કેટલાક લોકો ડાઈ અને કલરનો ઉપયોગ કરતા હોય છે. કહેવાય છે કે વધારે પડતી ડાઈનો ઉપયોગ કરવાથી પણ વાળમા ખરાબ અસર પડે છે.
વાળને નેચરલી કાળા કરવા માટે તમે ઘરે જ પેસ્ટ બનાવી શકો છો. તેના પેસ્ટમા ઉપયોગ કરવામા આવતી વસ્તુઓની પણ વાળ પર ખરાબ અસર પડતી નથી.
આંબળા અને નાળિયેર તેલનો ઉપયોગ કરીને તમે તમારા સફેદ વાળને કાળા કરી શકો છો. તેનાથી વાળ ખરવા જેવી સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો.
મેંહદીના કેટલાક પાંદને સુકવી લો. આ સુકાયેલા પાંદને મિક્સમાં બારિક પાવડર કરી લો. પછી વાસણમાં નારિયેર તેલ ગરમ કરો. પછી તેમા આ મેંહદીના પાવડરને ઉમેરો અને માથામાં લગાવો.
રાતભર મેથીને પાણીમા પલાળીને રાખો. સવારે પલાળેલી મેથી પીસીને તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથામા લગાવો. થોડીવાર રાખ્યા બાદ તેને પાણી અથવા શૈંપૂ વડે ધોઈ નાખો.
વાળને કાળા કરવા માટે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીના રસને તમે વાળમા લગાવીને સફેદ વાળને કાળા બનાવી શકો છો. આ અઠવાડિયામા 3-4 વખત કરી શકો છો. જેની અસર તમને જોવા મળશે.