ઘણી વાર સૂતા સમયે આપણે આપણા પગને વધારે પડતા જ સ્ટ્રેચ કરી લઇએ છીએ, આના કારણે પગમાં ખૂબ જ દુખાવાની સાથે ક્રૈંપ આવી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો, કેટલાક સરળ અને ઘરેલુ નુસખા અપનાવી શકો છો.
જો તમે રાત્રે સૂતા સમયે પગ ક્રૈંપ આવે છે તો, તમારે પાણીનું સેવન વધારવું જોઇએ. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા તો, આ સમસ્યા થઇ શકે છે. આવામાં વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 1થી 2 લીટર પાણી જરૂર પીવું જોઇએ.
રાત્રે સૂતા સમયે પગ અને થાઇસમાં ક્રૈંપ આવે છે, તો તમે સૂતા પહેલા 15થી 20 મિનિટ સુધી સ્ટ્રેચિં કસરત કરી શકો છો. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ મસલ્સને મજબૂત બનાવે છે, જેનાથી ક્રૈંપ આવતા નથી.
ક્રૈંપના કારણે દુખાવામાં રાહત મેળવવા માટે તમે તે જગ્યા પર બરફથી સેક કરી શકો છો. બરફનો સેક કરવાથી મસલ્સ સુન્ન પડી જાય છે અને સોજા ઘટવા લાગે છે.
પગમાં આવતા ક્રૈંપના દુખાવાથી રાહત માટે તમે લવિંગના તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલામાં રહેલું એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ, દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. લવિંગના તેલને નવશેકુ કરી લગાવવાથી વધુ ફાયદો મળે છે.