શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવા માટે અનુસરો આ ટિપ્સ


By Bhavesh Chaudhary08, Sep 2024 02:30 PMgujaratijagran.com

રક્ત પરિભ્રમણ

ઘણી વખત વ્યક્તિની અંદર લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે. ચાલો જાણીએ કે તેને વધારવા માટે કઈ ટિપ્સ અપનાવવી જોઈએ?

આહાર પર ધ્યાન આપો

શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ માટે આહારમાં પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.

રક્ત પરિભ્રમણ વધારવાની ટિપ્સ

શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી જોઈએ. જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને શરીર ફિટ રહે છે.

કસરત કરો

દરરોજ સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછી 20-30 મિનિટ કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.

તણાવ

ઘણા લોકો નાની-નાની વાતમાં તણાવમાં રહે છે. વ્યક્તિએ આવું કરવાનું ટાળવું જોઈએ. કારણે કે તણાવ દૂર થવાથી રક્ત પરિભ્રમણ વધી જાય છે.

પાણી

વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. જેનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી અને શરીર સ્વસ્થ રહે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ રક્તવાહિનીઓને વિસ્તરણ કરવામાં મદદ કરે છે. જેથી શરીરમાં રક્તનું પરિભ્રમણ વધી શકે છે.

ખોરાક કેવો હોવો જોઈએ?

પાલક, બીટરૂટ અને દાડમ વગેરે જેવા ફળોમાં આયર્ન ભરપૂર હોવાથી આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડાયાબિટીસમાં સુતા પહેલા દુધમાં આ વસ્તુુ ઉમેરીને પીવું છે ફાયદાકારક