ખરાબ ખાવાપીવાની આદતોના કારણે વ્યક્તિનુ પેટ ખરાબ થઈ જાય છે. જો તમારુ પેટ લાંબા સમય સુધી ખરાબ રહે અને તમામ પ્રયાસો પછી પણ જો સારુ ન થાય તો અળસીની બીજ તમારી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનુ સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. ચલો જાણીએ અળસીના બીજ ખાવાની રીતો વિશે.
અળસીના બીજમા ઘણા પોષકતત્વો રહેલા હોય છે. જે પેટ સંબધિત સમસ્યાઓમા ફાયદાકારક છે. તેમા ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન જેવા ગુણો રહેલા હોય છે.
અળસીના બીજ પેટમા થતી ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓમા રાહત આપે છે. તેમા રહેલુ ફાઈબર મળને ઠીલુ બનાવવામા મદદ કરે છે. જેથી તે શરીરની બહાર સરળતાથી નીકળે છે.
કબજિયાત જેવી સમસ્યાઓમા અળસીના બીજને પેસ્ટ કરીને ખાઈ શકો છો. તેના પાઉડરને ગરમ પાણીમા ઉમેરીને પી શકો છો. તમે અળસીના બીજને સલાડ, સૂપ તથા સ્મૂધીમા ઉમેરીને પી શકો છો.
અળસીના બીજનુ સેવન કરવાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે. તેમા ફાઈબર પેટને ભરેલુ રાખે છે. જે ભૂખને ઓછી લગાડે છે. તેથી ઓવરઈટીંગથી બચી શકાય છે.
અળસીના બીજમા હેલ્ધી ફેટ હોય છે, જે શુગરને નિયંત્રણ કરે છે. અળસીમા એંટીડાયાબિટીક તત્વો હોય છે. તે શરીરમા ઈન્સુલિનને બેલેન્સ કરે છે.
અળસીના બીજમા 3 ફેટી એસિડ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. આ ઉપરાંત તે બ્લડ સર્કુલેશનને યોગ્ય બનાવે છે.