Chia Seeds: શિયાળામાં આ 5 રીતે ચિયા સીડનું સેવન કરો, વજન ઝડપથી ઘટશે


By Vanraj Dabhi16, Nov 2024 01:19 PMgujaratijagran.com

શિયાળામાં વજન ઘટાડો

ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માટે ચિયા સીડ્સનું સેવન આ રીતે કરો.

હૂંફાળા પાણી સાથે સેવન કરો

ચિયાના બીજને હૂંફાળા પાણીમાં ઉમેરીને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું વધુ ફાયદાકારક રહેશે. આ માટે હૂંફાળા પાણીમાં પલાળેલા ચિયા બીજ ઉમેરો. તેમાં લીંબુ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

દૂધ સાથે ચિયા સીડ્સનું સેવન

શિયાળામાં નાસ્તામાં દૂધ સાથે ચિયા સીડ્સનું સેવન કરી શકો છો, આ માટે તમારે ઓટ્સ અને ચિયા સીડ્સને આખી રાત પાણીમાં પલાળીને સવારે આ ગરમ કરી તેમાં મધ અને ફ્રૂટ્સ ઉમેરીને સેવન કરો.

ફ્રૂટ્સ અને સલાડ સાથે ખાવ

ફ્રૂટ્સ અને સલાડ સાથે ચિયા સીડ્સનું સેવન કરી શકો છો. તમે મનપસંદ ફળોને કાપીને 3-4 ચમચી પલાળેલા ચિયા સીડ્સ અને વેજીટેબલ સલાડ સાથે સેવન કરી શકો છો.

ચિયા સીડ્સ અને ઓટ્સ

તમે ઓટ્સ અને પોરીજમાં પણ ચિયા સીડ્સનું સેવન કરી શકો છો. આનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં, જે તમને વધુ પડતા ભોજન લેવાથી દૂર રાખશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Calcium Foods: ક્યા ખોરાકમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે?