ઉનાળામાં સ્કિન કેર કેવી રીતે કરવી? જાણો નિષ્ણાતો પાસેથી


By Vanraj Dabhi03, Jun 2024 12:02 PMgujaratijagran.com

સ્કિન કેર

ઉનાળામાં સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે લોકોને ખંજવાળ અને સ્કિન એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ચાલો જાણીએ સ્કિન કેર વિશે.

નિષ્ણાતોનો અભિપ્રાય

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉનાળામાં સ્કિનની વધુ કાળજી લેવી પડે છે.આ માટે સ્કિનને સ્વચ્છ રાખો અને તમે આ ઉનાળામાં સ્કિન કેરની કેટલીક ટિપ્સ પણ અપનાવી શકો છો.

સ્કિનને હાઇડ્રેટ કરો

હાઇડ્રેટીંગ ડ્રિંક્સ સ્કિનને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.તેથી તમે નારિયેળ પાણી,ચિયા સીડ્સ અને ફુદીનાનું ડ્રિંક્સ પીવો.

કેવી રીતે ડ્રિંક્સ તૈયાર કરવું

આ ડ્રિંક્સ બનાવવા માટે નારિયેળ પાણીમાં 1 ચમચી પલાળેલા ચિયા બીજ અને ફુદીનાના પાન નાખીને સાંજે તેનું સેવન કરો.

સનસ્ક્રીન

સનસ્ક્રીન

ઉનાળામાં તમારી સ્કિનને સુરક્ષિત રાખવા માટે સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. આ સ્કિનને સૂર્યમાંથી નીકળતા યુવી કિરણોથી બચાવવામાં મદદ કરે છે.

સનસ્ક્રીન કેવી રીતે લગાવવી

ઉનાળામાં દર 3 કલાકે SPF 30+ સનસ્ક્રીન લગાવો.જે સ્કિનનું રક્ષણ કરે છે.

સ્કિનને સ્વસ્થ રાખો

સ્કિનને સ્વસ્થ રાખવા માટે સવારે 11 વાગ્યે નારંગી અને કોળાના બીજનું મિડ-મીલ તરીકે સેવન કરો.

નારંગી અને કોળાના બીજના ફાયદા

નારંગીનું સેવન સ્કિનમાં કોલેજનને પ્રોત્સાહન આપે છે અને સ્કિનને કડક બનાવે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બીટમાંથી ઘરે બનાવો હેર ડાઈ,જાણી લો