ઠંડીમા ખાઓ આ બીજ, હાડકાઓ થશે મજબૂત


By Hariom Sharma30, Nov 2023 10:12 PMgujaratijagran.com

બીજ

કેલ્શિયમ આપણા શરીરની સાથે હાડકાને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે. એવામા જો તમે તમારા હાડકાને મજબૂત બનાવવા માંગો છો તો તમે કેટલાક બીજનુ સેવન કરી શકો છો.

એક્સપર્ટની સલાહ

ડો. સુગિતાના પ્રમાણે શરીરમા કેલ્શિયમની માત્રા ઓછી થતાની સાથે જ હાડકામા દુખાવો થવા લાગે છે. તેના કારણે જ સાંધામા પણ દુખાવાની સમસ્યા થઈ શકે છે. એવામા કેટલાક બીજને ખાવાથી તમે શરીરને ફિટ રાખી શકો છો.

ચિયાના બીજ

ચિયાના બીજ શરીરમા કેલ્શિયમની માત્રા પૂરી કરે છે. સાથે તેને ખાવાથી માંસપેશિયા પણ મજબૂત બને છે. 2 ચમચી ચિયાના બીજમા 175 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. આ બીજ તમે દહીં અથવા દાળમા નાખીને ખાઈ શકો છો.

સૂરજમુખીના બીજ

શરીરમા કેલ્શિયમની માત્રા વધારવા માટે તમે સૂરજમુખીના બીજનુ સેવન કરી શકો છો. તેના બીજમા 109 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. આ ઉપરાંત મેગ્નેશિયમની માત્રા ખૂબ જ હોય છે, જે પેટની સાથે માંસપેશીયોને મજબૂત કરે છે.

You may also like

60 વર્ષ સુધી નહીં તૂટે દાંત, અપનાવો આ ઉપાય

વધુ વજનની સમસ્યા દૂર કરે છે આ 5 જ્યૂસ

ખસખસના બીજ

હાડકાઓને મજબૂત કરવા માટે ખસખસના બીજનો ઉપયોગ કરી શકાય છે. ખસખસના બીજમા 127 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા તથા હાડકાઓને મજબૂત રાખવા માટે મદદ કરે છે.

અળસીના બીજ

અળસીના બીજમા સારી એવી માત્રામા પ્રાટીન, મિનરલ્સ હોય છે, આ બધા જ પોષકતત્વો શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. તેને નિયમિતપણે ખાવાથી હાડકાઓ મજબૂત બને છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સૂતા પહેલા ઈલાયચી વાળુ દૂધ પીવાથી મળે છે આ ફાયદા