વાળને સીધા કર્યા પછી તમારો લુક અલગ દેખાય છે.તે ઘણા આઉટફિટ્સ પર પણ સારા લાગે છે.આવી સ્થિતિમાં છોકરીઓ વારંવાર તેમના વાળ સીધા કરવા માટે પાર્લરમાં જાય છે.
વાળ સીધા કરવા માટે હીટિંગ ચૂલ્સનો ઉપયોગ થાય છે. જે વાળને નુકસાન પહોંચાડે છે અને સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં વાળને વારંવાર સ્ટ્રેટ કરવા યોગ્ય નથી લાગતું.
જો તમે પાર્લરનો ખર્ચ અને વાળના નુકસાનથી બચવા માંગતા હોવ તો તમે ઘરે બેસીને તમારા વાળ સીધા કરી શકો છો. ચાલો તમને જણાવીએ સરળ રીત.
ઘરે વાળ સીધા કરવા માટે તમારે દહીંની જરૂર છે.દહીં વાળને નરમ,સીધા અને કન્ડિશન્ડ બનાવી શકે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ છીએ.
વાળને સ્ટ્રેટ કરવા માટે તમારે 3 ચમચી દહીં,2 ચમચી મધ અને 1 ચમચી એલોવેરા જેલની જરૂર પડે છે.
દહીં,મધ અને જેલ મિક્સ કરીને રાત્રે 8 કલાક સુધી રાખી મૂકો.જેનાથી પેસ્ટ સેટ થઈ જાય છે.
બ્રશની મદદથી વાળમાં દહીંનો માસ્ક લગાવો. પછી તેને વાળમાં 1 કલાક માટે રહેવા દો.
સૌપ્રથમ વાળને સામાન્ય પાણીથી ધોઈ લો પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. દહીંનો માસ્ક લગાવ્યા પછી તમને ફરક દેખાશે.
વાળ ધોયા પછી મોટા દાંતા વાળા કાસકાથી વાળની ઘીસ કાઢી લો અને પછી તેને સૂકાવા દો. દહીં વાળને પોષણ આપશે અને કોઈ નુકસાન નહીં કરે.
દહીં વાળું માસ્ક લગાવ્યા પછી વાળ થોડા સીધા થશે. થોડી વખત લગાવ્યા પછી તમને સંપીર્ણ પરિણામ મળશે.