રક્ષાબંધન સહિત અન્ય તહેવારો માટે સુંદર હેરસ્ટાઇલની ટિપ્સ


By Jivan Kapuriya18, Aug 2023 11:08 AMgujaratijagran.com

રક્ષાબંધન સ્પેશિયલ લુક

રક્ષાબંધન તહેવાર પર પરફેક્ટ લુક માટે દુલ્હનો તેમના સુંદર પોશાક સાથે હેરસ્ટાઈલનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પરફેક્ટ લુક

જો તમારો ડ્રેસ સુંદર છે પરંતુ તમારી હેરસ્ટાઈલ રેગ્યુલર લુકની છે, તો તે તમારા લુકને ફિક્કો પાડી શકે છે.

ટ્રેન્ડી હેરસ્ટાઈલ

રક્ષાબંધન તહેવાર પર આ રીતે ટ્રેન્ડી હેરસ્ટાઈલ તમે સાડી,લહેંગા કે ડ્રેસની કોઈપણ શૈલી સાથે આ પ્રકારની ટ્રેન્ડી હેરસ્ટાઈલ અજમાવી શોકો છો.

ગજરા સ્ટાઈલ

સ્ત્રીઓ ઘણીવાર હેરસ્ટાઈલની આસપાસ ગજરાનો શણગાર કરે છે, આ વખતે તમે ગજરાને માત્ર નીચેની બાજુએ જ લગાવો શકો છો. તે પણ ટ્રેન્ડમાં છે.

લાંબા વાળ માટે

જો તમે હેરસ્ટાઈલ નથી બનાવવા ઈચ્છતા તો, આ રીતે દોરી વડે શણગારેલી વેણી બનાવો. આ પ્રકારની વેણી લાંબા વાળમાં ખૂબ જ સુંદર લાગે છે.

ટૂંકા વાળ માટે

તમે પફ સાથે લો હેર બનાવી અને એક બાજુ તમારી પસંદગીના ફૂલોથી શણગારીને તમારા સુકને ખાસ બનાવી શકો છો.

લાંબા ચોટલામાં ફૂલ વેણી

તમે ચોટલા વાળીને માથામાં ભારે ફૂલોને અથવા ગજરાને લગાવીને તમારી હેરસ્ટાઈલને શણગારી શકો છો.

વેવી હેર સ્ટાઈલ

આ દિવસોમાં સાડી સાથે આ પ્રકારના વેવી હેરસ્ટાઈલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે આ પ્રકારના વાળમાં ફૂલ અથવા હેર જ્વેલરીથી શણગારી શકો છો.

હેવી બ્રેડ લુક

વાળને એક બાજુ વધારે વણેલ લુક ખૂબ જ અનોખો લાગે છે. આ રીતે હેવી બ્રેડ લુક તમે તમારા ડ્રેસના મેચિંગ સાથે ફૂલોથી પણ શણગારી શકો છો.

સોફ્ટ કર્લ્સ

જો તમે રક્ષાબંધન તહેવાર પર ટ્રેન્ડી એથનિક ડ્રેસ પહેરો છો, તો તમે આના જેવા સોફ્ટ કર્લ્સવાળી હેરસ્ટાઈલ પણ કરી શકો છો.

ઘરમાં વંદાનો ત્રાસ વધી ગયો હોય તો, તેને ભગાડવા માટે આ રીત અપનાવો