ઘણીવાર ઘરમાં લોકો વંદા હોય છે. ક્યારેક તમને રસોડાના વાસણમાં તો ક્યારેક બાથરૂમના કોઈ ખૂણામાં વંદો જોવા મળ્યા હશે.
આજકાલ ઘણી દવાઓ અને સ્પ્રેનો ઉપયોગ વંદાને મારવા માટે કરવામાં આવે છે પરતું તેના કારણે દુર્ગંધ પણ આવવા લાગે છે.
જો તમારા ઘરમાં પણ ઘણા બધા વંદા છે અને તમે તેનાથી પરેશાન છો, તો તમે તેને કેટલીક ઘરેલું નુસ્કા વડે ભગાડી શકો છો.
બેકિંગ સોડાની સુંગધથી વંદા ભાગી જાય છે. તમે રસોડામા રહેલા ખાવાના સોડાને ખૂણા પર છાંટો તેનાથી વંદા ભાગી જશે.
તમાલપત્રના પાંદડાને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો અને તેમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં દ્રાવણને ભરી લો પછી વંદા હોય તે જગ્યા પર છંટકાવ કરો.
લીમડાના પાંદડાનો રસ અથવા તેલ વંદા છુપાઈ તે જગ્યા પર છાંટી દો. તેની ગંધથી વંદા હંમેશા માટે ભાગી જશે.
વંદા છુપાતા હોય તે જગ્યા પર 4-5 લવિંગ મૂકી દો.લવિંગની સ્મેલથી પણ વંદા હંમેશા ઘરમાંથી ભાગી જાશે
કોફી પવડરની સ્મેલથી પણ વંદાને ગમતી નથી તેથી કોફીના પાવડરને વંદાની છુપાવાની જગ્યા પર છાંટી દો. આનાથી પણ વંદાઓ ભાગી જશે.
ઈંડાની ગંધથી પણ વંદા ભાગી જાય છે. ખીણામાં ઇંડાના કવર મૂકો, તેની ગંધથી વંદાઓ ભાગી જશે.
રસોડામાં એઠાં વાસણો પર હળવું હળવું પાણી ચાલું રાખો.ઘરમાં સાફ-સફાઈ રાખો,તેનાથી વંદા નહીં આવે.