આમલીનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે.
આમલીની ચટણી,અથાણું અને કાચી આમલી આમ જ ખાવાથી જીભ ખાટી થઈ જાય છે.
શું તમે જાણો કે આમલીનો યોગ્ય રીતે સંગ્રહ કેવી રીતે કરવી, તો તે લાંબા સમય સુધી ટકી શકે છે.
જાણો કેવી રીતે આમલીને લાંબા સમય સુધી સાચવી શકાય અને કિચન ક્વીન કહેવાય.
સંપૂર્ણપણે સૂકી આમલીને એલ્યુમિનિયમ કવરમાં પેક કરો.
આ આમલીને ફ્રીજમાં રાખો, આમ કરવાથી આમલી લાંબા સમય સુધા ચાલશે.
જો તમારી પાસે ફ્રીજ નથી તો પછી અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને લાંબા સમય સુધી આમલીને સ્ટોર કરવાનું શીખી લો.
આમલીની છાલ સંપૂર્ણપણે કાઢી લો અને તેને 2 થી 3 દિવસ તડકામાં સૂકવી દો.
જ્યારે આમલી સૂકાઈ જાય ત્યારે તેના બીજને છરીની મદદથી કાઢી લો.
બધી આમલીમાં સારી રીતે મીઠું લગાવો,જો મીઠું બરાબર ન લગાવવામાં આવે તો આમલી બગડી શકે છે.
આમલીને બંને હાથ વડે ગોળ લાડુની જેમ બનાવો.
કાચના વાસણને કપડાથી સૂકાવીને તેમાં આ આમલીનો સંગ્રહ કરો.
ભૂલથી પણ આમલીને ભીના હાથે ન અડશો, આ ફૂગનું કારણ બની શકે છે.
ટિપ્સ ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.