મસાલા પાવડરને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહિત કરવા, જાણી લો


By Jivan Kapuriya20, Aug 2023 03:35 PMgujaratijagran.com

જાણો

આ રીતે મસાલાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાથી તે ખરાબ થઈ શકે છે, ચાલો જાણીએ કે મસાલાને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરી શકાય.

હવાથી બચાવો

ભૂલથી પણ ખુલ્લી હવામાં મસાલાને ન રાખો. આનાથી મસાલાનો કલર અને સુગંધ બંને બગડી જાય છે.

એર ટાઈટ કન્ટેનર વાપરો

મસાલાને હવાથી બચાવવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો. આ માટે કાચની બરણી વધુ ફાયદાકારક છે.

ફ્રીજમાં મસાલા ન રાખો

ઘણા લોકો મસાલાને ફ્રેશ રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરે છે.પરંતુ તમને જાણાવી દઈએ કે ફ્રીજમાં મસાલા રાખવાથી તેનો ફ્લેવર બદલી જાય છે.

ગરમ જગ્યાએ ન રાખો

મસાલાને કોઈ ગરમ જગ્યાએ ન રાખો તેનાથી મસાલા ઝડપથી ખરાબ થઈ જાય છે.તેથી કિચનમાં આવી ગરમ જગ્યાથી દૂર કાચની બરણીમાં પેક કરીને રાખો.

કન્ટેનરનું ઢાંકણ બંધ રાખો

મસાલાનો ઉપયોગ કર્યા પછી ક્યારેય તેનું ઢાંકણું ખુલ્લું ન રાખવું જોઈએ,આનાથી તેમાં હવા લાગી શકે છે અને ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલી જાય છે.

મસાલાના પેકિંગ પર ધ્યાન રાખો

પેકિંગ કરેલા મસાલા પણ ખરાબ થઈ જાય છે કારણ કે મસાલા ઘણા દિવસોથી પેકિંગ કરેલા હોય છે.તેથી તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો તે બગડી શકે છે.

સીધા પ્રકાશના સંપર્કમાં ન રાખો

કિચનમાં મસાલાને કોઈ એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં સીધો સૂર્યપ્રકાશ તેના પર ન પડે.વધારે સૂર્યપ્રકાશમાં રહેવાથી મસાલા બગડી શકે છે.

અંધારા વાળી જગ્યાએ રાખો

હંમેશા મસાલાને અંધારા વાળી જગ્યાએ રાખવા જોઈએ.અંધારું અથવા બંધ જગ્યાએ કે જ્યાં સૂર્યપ્રકાશ અને ભેજ બંનનેથી બચાવી શકાય.

ભેજથી દૂર રાખો

મસાલાને હંમેશા ભેજથી દૂર રાખવા જોઈએ કારણ કે તે મસાલાને ઝડપથી બગાડે છે.ભીના હાથે મસાલાને ક્યારેય ન કાઢશો.

ડાર્ક કલરના કન્ટેનર વાપરો

મસલાને રાખવા માટે ક્યારેય આછા કલરના કન્ટેનરનો ઉપયોગ ન કરો, તેને હંમેશા ડાર્ક કલરના કન્ટેનરમાં રાખો,તેનાથી મસાલામાં પ્રકાશ ઓછો લાગે છે.

ચેક કરો

આ સિવાય આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મસાલાની એક્સપાયરી ડેટ તો પુરી નથી થઈ ગઈ ને, તે ચેક કરવા માટે મસાલાને હાથમાં રાખીને સુંઘો.જો તેમાં સુગંધ ન આવે તો સમજવું તે ખરાબ થઈ ગયો છે.

વાંચતા રહો

રીત ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોમાસામાં અથાણાંને સુરક્ષિત રાખવાની ટિપ્સ અને યુક્તિઓ, જાણો