ચોમાસામાં અથાણાંને સુરક્ષિત રાખવાની ટિપ્સ અને યુક્તિઓ, જાણો


By Jivan Kapuriya20, Aug 2023 02:44 PMgujaratijagran.com

જાણો

વરસાદી ઋતુમાં બફારો અને ભેજ વારા વાતાવરણને કારણે અથાણાંમાં ફુગ લાગવાથી બગડી જવાની શક્યતા વધી જાય છે.આવો જાણીએ અથાણાંને લાંબા સમય સુધી સ્ટોર કરવાની કેટલીક ખાસ ટિપ્સ.

મીઠું અને તેલનો ઉપયોગ

અથાણાંમાં હંમેશા મીઠું અને તેલનું પ્રમાણ વધુ માત્રામાં નાખવપં જોઈએ. આનાથી અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. હકીકતમાં મીઠું અને તેલ અથાણાંમાં કુદરતી પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરે છે.

સૂર્યપ્રકાશમાં રાખો

અથાણાંને ક્યારેક ક્યારેક સૂર્યપ્રકાશ આપતા રહો, જેનાથી અથાણાંમાં ફુગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે. સાથે અથાણાંને બરણીમાંથી કાઢવા માટે સૂકા ચમચીનો જ ઉપયોગ કરો.

કાચની બરણીમાં સ્ટાર કરો

અથાણું હંમેશા કાચના કન્ટેનરમાં હવાની અવર જવર થાય એ રીતે રાખવું જોઈએ. જેનાથી અથાણું ઝડપથી બગડતુ નથી.

પ્લાસ્ટિકની બરણીમાં ન રાખો

સૌથી પહેલી વાત કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથાણું ન રાખો. જેમાં રાખવાથી તેની ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

બજારના ઢાંકણામાં કાગળ લગાવો

ચોમાસામાં અથાણાને ભેજથી બચાવવા માટે આથણાની બરણીના ઢાંકણમાં કાગળ અથવા કપડાથી ઢાંકી દો.આનાથી અથાણું બગડશે નહીં, તેમજ અથાણાંને ભીના હાથ વડે કાઢશો નહીં.

સૂકી ચમચી વડે કાઢો

અથાણું બહાર કાઢવા માટે સ્વચ્છ અને સૂકી ચમચીનો ઉપયોગ કરો, પરંતુ અથાણાની બરણીમાં ચમચીને ક્યારેય ન છોડો,તેના કારણે અથાણું ઝડપથી બગડી જાય છે.

ભેજથી દૂર રાખો

અથાણાંની બરણીને ઘરની સાફ અને સૂકી જગ્યા એટલે કે ભેજ વગરની જગ્યાએ રાખો,ભીના હાથ કે ભેજ વાળી દિવાલ પાસે અથાણાંને ન રાખો.

વાંચતા રહો

ટિપ્સ ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલા વટાણાને 1 વર્ષ કેવી રીતે સાચવવા, જાણો સાચી રીત