લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આ 5 કિચન ટિપ્સ છે બેસ્ટ


By Smith Taral21, Aug 2024 01:37 PMgujaratijagran.com

બજારમાંથી લીંબૂ ખરીદતી વખતે માત્ર તાજા અને પાતળા છાલવાળા લીંબુ જ ખરીદો. જાડા છાલ વાળા લીંબુમાં રસ ઓછો હોય છે. લીંબુંને સ્ટોર કરવા માટે આ કેટલીક ટિપ્સ અપનાવો, જેથી તે લાંબા સમય સુધી તાજા રહી શકે છે.

પાણીથી ભરેલી બરણીમાં સંગ્રહ

લીંબુને પાણીથી ભરેલી કાચની બરણીમાં રાખી, તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.

ઇથિલિન છોડતા ફળોથી દૂર રાખો

લીંબુને સફરજન, કેળા જેવા ઇથિલિન છોડતા ફળોથી દૂર રાખો. આનાથી લીંબું જલદી ખરાબ થઈ શકે છે

ઝિપ-લોક બેગમાં સીલ બંધ કરો

લીંબુને સીલબંધ ઝિપ-લોક બેગમાં રાખો, જેથી હવા અંદર ન જઇ શકે અને તે લાંબા સમય સુધી તાજા રહી શકે

પ્લાસ્ટિક કન્ટેનર

લીંબુને પ્લાસ્ટિક પોલિથીનમાં લપેટી, એર ટાઈટ પ્લાસ્ટિક કન્ટેનરમાં મૂકીને રેફ્રિજરેટરમાં રાખો.

એલ્યુમિનિયમ ફોઇલ

દરેક લીંબુને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટો, જેથી ભેજ બહાર ન નીકળી શકે અને લીંબુ તાજા રહે

બરફની ટ્રેમાં લીંબુનો રસ ફ્રીઝ કરો

લીંબુનો રસ બરફની ટ્રેમાં નાખો અને ફ્રીઝમાં જમાડી દો. આ આઈસ ક્યૂબને 2-3 મહિના સુધી ઉપયોગમાં લઈ શકો છો.

સરસવનું તેલ

લીંબુને સરસવના તેલથી લેપીને એર ટાઈટ કન્ટેનરમાં બંધ કરી, રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.

બ્રાઉન પેપર

લીંબુને બ્રાઉન પેપરમાં લપેટીને પ્લાસ્ટિક બોક્સમાં મુકો અને ઢાંકણ વડે ઢાંકી, રેફ્રિજરેટરમાં રાખો.

Get Rid Of Termites: જો તમે ઘરમાં ઉધઈના ત્રાસથી કંટાળી ગયા છો, તો તેનાથી આ રીતે છુટકારો મેળવો