તમારા ઘરના ફર્નિચર પર ઉધઈના ઉપદ્રવથી પરેશાન છો? ચિંતા કરવાની જરૂર નથી. અહીં જણાવેલા કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયોનો અજમાવીને તમે ઉધઈથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ વધુમાં
લીમડાનું તેલ ઉધઈનો નાશ કરવા માટે સારું માનવામાં આવે છે. લાકડાના ભાગો પર રોજ લીમડાનું તેલ લગાવાથી થોડા સમય પછી ઉધઈનો નાશ પામે છે.
મીઠાના પાણીમાં પલાળેલી કપાસની ગોળીઓ, ઉધઈની જગ્યાએ મૂકો આમ કરવાથી તેનો અસરકારક રીતે નાશ થઈ શકે છે.
કાર્ડબોર્ડને પાણીમાં પલાળીને, તેને ઉધઈ આવે છે તે જગ્યાએ મૂકો ત્યાં ઉધઈ ચઢી જશે. પછી આ કાર્ડબોર્ડને તડકામાં સૂકવો અથવા તેને બાળી દો.
ખસખસનું તેલ ઉધઈને દૂર કરવું એક અસરકારક ઉપાય છે. લાકડાની સપાટી પર ખસખસનું તેલ છાંટી દો, આમ કરવાથી ફર્નિચર ઉધઈ દૂર થશે.
ઉધઈ સૂર્યપ્રકાશ બિલકુલ સહન કરી શકતી નથી. તેથી, કોઈપણ ફર્નિચરને થોડા દિવસો માટે તડકામાં છોડી દો. બધી ઉધઈ મરી જશે.