જો તમે ઘરેજ સરળતાથી કાન સાફ કરવા માંગતા હોવ તો આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. કોઈ પણ દુખાવા અને અસહજતા વગર તમે આરામથી કાન સાફ કરી શકો છો. આવો જાણીએ વધુમાં
પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરીને તેને કોટન બોલની મદદથી તેને કાનમાં રેડો. 3 થી 5 મિનિટ પછી માથું એક બાજુ નમાવી પાણી કાઢી લો. આનાથી કાન અંદર થી સારી રીતે સાફ થઈ જશે.
ઓલિવ ઓઈલના એન્ટિસેપ્ટિક ગુણધર્મો કાનને સાફ કરવામાં મદદ કરે છે. ઓલિવ ઓઈલને સહેજ ગરમ કરી તેના ત્રણથી ચાર ટીપાં કાનમાં નાખો, દસ મિનિટ રહેવા દઈ, કાન નમાવી તેલ કાઢી લો. આનાથી વેક્સ નરમ થઈ કાનની બહાર આવી જશે
ડુંગળીને મિક્સરમાં પીસીને તેનો રસ કાઢી લો તે રસના 3-4 ટીપાં કાનમાં રેડો, આ કાનમાં રહેલા વેક્સને નરમ કરી કાનમાંથી ગંદકી દૂર કરશે
નારિયેળ તેલ હળવું ગરમ કરી, તેમાં લસણની 3 થી 4 કલીને ક્રશ કરીને તેમાં ઉમેરો, હવે તેને થોડું ગરમ થવા દો. હુંફાળુ ગરમ તેલના થોડા ટીપા કાનમાં નાખો અને કાન બંધ કરો. થોડી વાર પછી કાનમાંથી બધી ગંદકી બહાર આવશે.
સરસવનું તેલ પણ કાન સાફ કરવા માટે ફાયદાકારક છે.તેલને થોડું ગરમ કરીને કોટનથી કાનમાં નાખો અને થોડી વાર રહેવા દઈ કાનને નીચેની તરફ નમાવીને બધુ વેક્સ અને તેલ કાઢી લો. આમ કરવાથી કાન સારી રીતે સાફ થઈ જાય છે.