ઘણીવાર તમે જોયું હશે કે લીલા મરચા ઝડપથી સુકાઈ જાય છે અથવા લાલ થઈ જાય છે. જો તેને ફ્રિજમાં રાખવામાં આવે તો પણ રંગ અને સ્વાદ બદલાઈ જાય છે. એમા પણ લીલા મરચા લાંબા સમય સુધી સચવાઈ નથી શકાતા. આ સ્ટોરીમાં આપણે જોઈશું કે લીલા મરચાને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરી શકાય.
લીલા મરચાને પાણીથી સારી રીતે ધોઈ લો અને અડધા કલાક માટે ઠંડા પાણીમાં પલાળી રાખો. ત્યારપછી તેની લાકડીઓ તોડી નાખી તેને ટુવાલ પર સૂકવી લો. પછી તેને કાગળના ટિશ્યુમાં લપેટીને ફ્રિજમાં ઝિપલોક બેગમાં સ્ટોર કરી લો. આમ કરવાથી તમે મરચા બે અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો.
જો તમારે લીલાં મરચાંને બે અઠવાડિયા કરતાં વધુ સમય માટે સ્ટોર કરવા હોય તો સૌપ્રથમ આગળ જણાવ્યા અનુસારના બધા સ્ટેપ ફોલો કરી લેવા
લીલાં મરચાંને ટુવાલથી લુછીને પ્લેટમાં કાઢી લો અને તે પ્લેટને ક્લીંગ ફીલ્મથી વ્રેપ કરી લો. આ કર્યા પછી તેને ફ્રીઝરમાં જમાવા માટે મુકી દો. ત્યારપછી મરચાને ફ્રીઝર સેફ બેગમા મુકી દો અને સ્ટ્રોની મદદથી તેમાની વધારાની હવા કાઢી લો
મરચાની પેસ્ટ લાંબા સમય સુધી ફ્રેશ પણ રહેશે અને તમારુ કામ પણ સરળ થઈ જશે. ત્યારપછી તમારે માત્ર શાક બનાવતી સમયે પેસ્ટ જ નાખવાની રહેશે
મરચાની દાંડી કાઢીને તેને બ્લેન્ડરમાં પીસી લો, આમાં એક્સટ્રા કઈ નાખશો નહીં, આમ મરચાની પ્યોર પેસ્ટ બનશો. આ પછી, તેને નાના કે મોટા આકારમાં ક્લિંગ ફિલ્મવાળી ટ્રેમાં મૂકો અને ફ્રીઝરમાં ફ્રીઝ કરવા મુકી દો. પછી તેના પર ક્લિંગ ફિલ્મ પણ લગાવી લો
આ પછી તમે તેને થોડા કલાકો માટે આ રીતે છોડી દો. પછી તેમને બહાર કાઢો અને ફ્રીઝરની સેફ બેગમા મુકી દો અને સ્ટ્રોની મદદથી તે બેગમાંથી વધારાની હવા બહાર કાઢી લો
આ રીતે તમે લીલા મરચાને થોડા મહિનાઓ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમે ઇચ્છો તેટલા ટુકડાઓ કાઢીને વાપરી શકો છો, આ રીતે તમારું મરચું મહિનાઓ સુધી ટકી રહેશે અને બગડશે નહીં.