શિયાળામાં દરેક વાનગીમાં ગરમ મસાલાનો ઉપયોગ થાય છે. તેનાથી ભોજનનો સ્વાદ વધે છે.પરંતુ ઘણા લોકો ફરિયાદ કરે છે કે જંતુઓ તેમાં પ્રવેશ કરે છે. આજે અમે તમને એવા હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ગરમ મસાલામાં રહેલ જંતુઓને દૂર કરી શકો છો.
ગરમ મસાલાને એર ટાઈટ બોક્સમાં સ્ટોર કરો. તેનાથી તેમાં જંતુઓ આવવાની શક્યતા ઘટી જશે.
ગરમ મસાલાને સ્ટોર કરતી વખતે તેની સાથે તમાલપત્ર પણ રાખો તેની સુગંધને કારણે જંતુઓ તેમાં પ્રવેશ કરશે નહીં.
તંદુરસ્ત રહેવા માટે ખાંડનો ઉપયોગ ઓછો કરો,તેની જગ્યાએ ગોળ,ખાંડ કે મધનો ઉપયોગ કરો.
મસાલાને જંતુઓથી બચાવવા માટે પેનમાં કે માઇક્રોવેવમાં ગરમ કરીની સ્ટોર કરો.તેનાથી ઝડપથી ખરાબ નથી થતા.
ગરમ મસાલાને પ્લાસ્ટિક અથવા સ્ટીલની બરણીમાં સ્ટોર ન કરો.તેને હંમેશા કાચની બરણીમાં જ સ્ટોર કરો.
ગરમ મસાલાને ચાની ગરણીમાં થોડો થોડો નાખીને એક પ્લેટમાં ચાળી લો. આનાથી જંતુઓ ગરણીમાં રહી જશે અને મસાલો સાફ થઈ જશે.
જંતુઓ સાફ કરવા માટે ગરમી જરૂરી છે તેથી બોક્સને કાં તો સૂર્યપ્રકાશમાં રાખો અથવા તેને કપડામાં લપેટીને રાખો. તેનાથી જંતુઓ દૂર થઈ જશે.
આ ટિપ્સને ફોલો કરીને તમે પણ ગરમ મસાલાને જંતુઓથી દૂર કરી શકો છો, માહિતી ગમે તો લાઈક-શેર કરો અને વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.