શિયાળાની ઋતુમાં સફરજન આવવા લાગે છે પરંતુ લોકો તેને જથ્થાબંધ ખરીદી કરી શકતા નથી કારણ કે લોકોની ફરિયાદ છે કે તે ઝડપથી ડાઘ પડીને બગડી જાય છે. પરંતુ હવે એવું નહીં થાય, આવો જાણીએ તેને લાંબા સમય સધી સ્ટોર કેવી રીતે કરી શકાય.
સફરજનને અન્ય ફળોની સાથે ન રાખો. કેટલાક ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે.જેના કારણે અન્ય ફળોની સાથે સફરજન રાખવાથી બગડી જાય છે.
જ્યારે સફરજન કાપવામાં આવે છે ત્યારે ઉત્સેચકો ઓક્સિજનનામાં સંપર્કમાં આવે છે. તેથી તે કાપેલા સફરજનને અન્ય ફળો સાથે ન રાખવાની બદલે અલગ રાખો.
સફરજનને પ્લાસ્ટિકની થેલીમાં લપેડીને ફ્રીજમાં રાખો.આના કારણે ઇથિલિન ઝડપથી વધશે નહીં અને સફરજન ઝડપથી બગડશે નહીં.
જથ્થાબંધ સફરજનને અંધારાવાળી,ઠંડી અને સ્વચ્છ જગ્યાએ સ્ટોર કરો. આનાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
સફરજનને સ્ટોર કરવા માટે ન્યુઝ પેપર અથવા ક્રાફ્ટ પેપરને ઉપયોગમાં લઈ શકાય છે.તેને પેપરમાં સારી રીતે પેક કરી શકાય છે.
કાપેલા સફરજન પર લીંબુનો ટુકડો લગાવીને તેને સ્ટોર કરો. લીંબુમાં રહેલ સાઇટ્રિક એસિડ સફરજનના ઓક્સિજનની પ્રક્રિયાને રોકે છે.
સફરજન સ્ટોર કરવા માટે તાપમાન 30 થી 35 ડિગ્રી ફારનેહાઇટ તાપમાન રાખો,તેના કારણે તે લાંબા સમય સુધી તાજા અને ખાવા લાયક રાખશે.
જો તમે પણ ઘરે સફરજન બગડી જવાથી પરેશાન છો તો આ ટિપ્સ ફોલો કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.