લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આ 5 કિચન ટિપ્સ છે એકદમ કારગર


By Smith Taral23, Feb 2024 03:03 PMgujaratijagran.com

લીંબુનો ઘરમાં આપણે ઘણો ઉપયોગ કરીએ છે, તે આપણી વાનગીઓમાં સ્વાદ ઉમેરે છે. પણ લીંબુ એસિડિક હોવાને કારણે તેને યોગ્ય તાપમાને સ્ટોર કરવું જરૂરી છે, નહીં તો તે ઝડપથી બગડી જાય છે. લીંબુની શેલ્ફ લાઇફ ખૂબ ટૂંકી છે, અને ઝડપથી સુકાઈ પણ જાય છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું કે તમે લીંબુને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખી શકો છો.

તેમને પાણીમાં ડુબાડો

લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને પાણીથી ભરેલી કાચની બરણીમાં રાખવું . ત્યારપછી તેને રેફ્રિજરેટરમાં મુકી દો આનાથી લીંબું તાજા અને રસદાર રહેશે.

સફરજન અને કેળા સાથે સ્ટોર કરશો નહીં

લીંબુ ખૂબ જ સંવેદનશીલ શાકભાજીમા આવે છે. અને , સફરજન, કેળા, વગેરે જેવા ઇથિલિન નામનું તત્વ હોય છે જેનાથી લીંબુ જલદી ખરાબ થઈ જાય છે.

સીલ બંધ કરવું

લીંબુને સ્ટોર કરવાની આ એક બેસ્ટ રીત છે. લીંબુને બગડતા અટકાવવા માટે, તમે તેને સીલબંધ ઝિપ-લોક બેગમાં સ્ટોર કરવું જોઈએ.

પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરો

સૌપ્રથમ લીંબુને પ્લાસ્ટિક પોલિથીનમાં લપેટીને મુકી દેવા પછી તેમને એર-ટાઈટ કન્ટેનરમાં નાખી અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી લેવા. આનાથી લીંબૂ લાંબા સમય સુધી તાજા રહેશે નહીં.

એલ્યુમિનિયમ ફોઈલ માં લપેટી

ઓછા લીંબું માટે તમે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો. દરેક લીંબુને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટી રાખો, આનાથી બહારનો ભેજ લાગશે નહી.

આ રીતે ઘરે બનાવો કોથમરીના ભજીયા