ઓવરઈટીંગ આજના સમયની સૌથી મોટી સમસ્યા થઈ ગઈ છે. લોકો ઓફિસના કામ કરતા સમયે પણ કંઈને કંઈ ખાતા હોય છે. મોબાઈલ, ટેલિવિજન તથા લેપટોપમા કામ કરતા સમયે પણ લોકોને ખાવાની આદત હોય છે.
ઓવરઈટીંગને કારણે શરીરનુ વજન વધી શકે છે. આ સિવાય હાર્ટ સંબધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
એવામા ઓવરઈટીંગની સમસ્યાથી બચવા માટે તમારે કેટલીક વાતો પર વિશેષ ધ્યાન આપવુ જરુરી છે, આ ટીપ્સને અનુસરીને તમે ઓવરઈટીંગની સમસ્યામાથી રાહત મેળવી શકો છો.
સામાન્ય રીતે લોકો વજન ઘટાડવા માટે પોતાના મનપસંદ ખાવાનો ત્યાગ કરે છે પણ જ્યારે તે ખાવાની તક મળે તો કોઈપણ વિચાર્યા વગર જ વધારે માત્રામા ખાતા હોય છે. ઓવરઈટીંગની સમસ્યાથી બચવા માટે મનપસંદ ખાવાને ઓછી માત્રામા ખાઈને તેની ક્રેવિગને દૂર કરો.
ઓવરઈટીંગની સમસ્યાથી બચવા માટે ડાયટમા ફળોને સામેલ કરો. ફળોનુ સેવન કરવાથી ઓવરઈટીંગની સમસ્યાથીની સમસ્યાથી બચી શકાય છે.
ઓવરઈટીંગની સમસ્યાથી બચવા માટે આખુ અનાજ અને ફાઈબર વાળો ખોરાક ખાવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે.
ઘણા લોકો તણાવ અને દબાવમા કંઈક ખાવાનુ પસંદ કરતા હોય છે. આ સમયે લોકો વધારે ગળી વસ્તુનુ પણ સેવન કરતા હોય છે જેના કારણે વજન વધવાની જગ્યાએ વધવા લાગે છે.
તણાવ અને દબાવને દૂર કરવા માટે તમે રોજ યોગાસન અને કસરતની મદદ લઈ શકો છો. આ ઉપરાંત મનપસંદ સંગીત પણ સાભળી શકો છો.