ઘણા લોકોને વધુ પડતો પરસેવો થવાની સમસ્યા હોય છે જે તમારા હાયજીનને ખરાબ કરે છે અને સાથે અસ્વચ્છ પણ ફીલ થાય છે. પરરસેવાની દુર્ગંધને કારણે ઘણીવાર શરમનો પણ સામનો કરવો પડી શકે છે. વધુ પડતો પરસેવો આવવાની સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં હાઈપરહિડ્રોસિસ કહેવાય છે. આ સ્ટોરીમા આપણે જાણીશુ વધુ પડતા પરસેવાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો
જો ચહેરા અને હથેળીઓમાં વધુ પડતો પરસેવો થતો હોય તો તમે બરફનો ઉપયોગ કરી શકો છો, જ્યાં વધું પરસેવો થાય ત્યાં બરફ ઘસવાથી ત્વચાનું તેલ નિયંત્રણમાં રહે છે, અને પરસેવો અને ઈરીટેશન ઓછી થાય છે
જો તમને વધુ પડતો પરસેવો આવતો હોય તો તમે બટાકાના રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે કાચા બટાકાની સ્લાઈસ કાપીને તેને તમારી હથેળીઓ પર ઘસો અને થોડી વાર રહેવા દઈ ધોઈ કાઢો
કાકડીનો રસ પણ આ સમસ્યામાં કારગર ઉપાય છે. આનો રસ થોડી વાર લગાવી રાખો અને પછી ધોઈ નાખો જ્યારે તમે બહાર જશો ત્યારે તમને લાગશે કે પરસેવો ઓછો થયો છે.
જો ઉનાળાની ઋતુમાં તમારા ચહેરા પર વધુ પડતો પરસેવો થતો હોય તો તમારા ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરો.
જો ઉનાળાની ઋતુમાં તમારા ચહેરા પર વધુ પડતો પરસેવો થતો હોય તો તમારા ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરો.
ટામેટાંનો રસ પીવાથી પણ પરસેવાની આ તકલીફથી ઘણી હદ સુધી રાહત મળી શકે છે.
ડીહાઈડ્રેશન પણ વધુ પરસેવો થવા પાછળનું કારણ હોઈ શકે છે. પરસેવો અને દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમારે શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ.