અનેક લોકોને રાતે સૂતા સમયે ખાંસીની સમસ્યા હોય છે. એવામાં રાતની ઊંઘ પણ ખરાબ થાય છે. તો ચાલો ખાંસી દૂર કરવા માટે ક્યા ઉપાય અજમાવવા જોઈએ.
લાંબા સમય સુધી ખાંસી આવવાથી શ્વાસની સમસ્યા સર્જાઈ શકે છે. જેના કારણે રાતે ગભરામણ થાય છે.
જો તમને રાતના સમયે ખાંસીની સમસ્યા હોય, તો આદુનું સેવન કરવું જોઈએ. આદુની વાટીને તેમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી ખાંસીમાં ઝડપથી આરામ મળશે.
ગળામાં કફ જામી જવાની સ્થિતિમાં પણ ખાંસીની સમસ્યા થવા લાગે છે. જેનાથી બચવા માટે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.
ગ્રીન ટીમાં એન્ટી ઑક્સીડેન્ટ ગુણ હોય છે. જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવવામાં ઘણી મદદ કરે છે. ખાંસીથી બચવા માટે રાતે સૂતા પહેલા ગ્રીન ટીનું અચૂક સેવન કરવું જોઈએ.
સ્મોકિંગ કરવાથી ફેફસા પર માઠી અસર થાય છે. જેના કારણે શ્વાસની સાથે-સાથે ખાંસીની પણ સમસ્યા થવા લાગે છે. રાતના સમયે આવતી ખાંસીને દૂર કરવા માટે સ્મોકિંગની આદત છોડી દેવી જોઈએ.
તુલસીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. જેનો ઉકાળો બનાવીને પીવાથી ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે.
જો તમને રાતે સૂતા સમયે ખાંસી આવતી હોય, તો કાળા મરીના પાવડરને મીઠામાં મિક્સ કરીને તે પેસ્ટની ચાટવી જોઈએ. જેનાથી ખાંસીની સમસ્યા દૂર થઈ જશે.