ઘણી વખત લોકોના કપડાના રંગ ઉતરવા લાગે છે. જેના કારણે આવા કપડા પહેરવાથી પણ ખરાબ લાગે છે. તો ચાલો જાણીએ કે, કપડાના રંગો ઉતરવાથી તેને કેવી રીતે બચાવીશું?
કપડાને ધોતા સમયે ખાસ ધ્યાન આપવું જોઈએ. અલગ-અલગ કપડાને એકસાથે ના ધોવા જોઈએ.
રંગીન કપડાને ધોયા બાદ તેને તડકામાં ના સૂકવવા જોઈએ. આમ કરવાથી કપડાનો રંગ ફિક્કો પડવા લાગે છે.
અનેક વખત લોકો ખોટા ડિટરજન્ટનો ઉપયોગ કરે છે. જેના કારણે પણ કપડાનો રંગ ફિક્કો પડવા લાગે છે. કપડાનો રંગ જાળવી રાખવા માટે સારા ડિટરજન્ટનો ઉપયોગ કરવો જોઈએ.
ઘણી વખત લોકો કપડાને ગરમ પાણીમાં ધોવા લાગે છે. આમ કરવાથી પણ કપડાનો રંગ ધીમે-ધીમે ફિક્કો થવા લાગે છે. કપડાને ધોવા માટે નોર્મલ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.
કપડાને ધોતા સમયે વિનેગરનો ઉપયોગ કરવો જોઈએ. જે કપડાને ફિક્કા પડવાથી બચાવે છે.
અલગ-અલગ રંગના કપડાને કાયમ અલગ કરીને જ ધોવા જોઈએ. આમ કરવાથી કપડાને એકબીજાનો રંગ નહીં લાગે અને કપડાની ચમક પણ જળવાઈ રહેશે.
જે કપડાના રંગ ડાર્ક હોય તેને ગરમ પાણીમાં ના ધોવા જોઈએ. આવા કપડાને ઠંડા પાણીમાં જ ધોવા જોઈએ. આમ કરવાથી કપડાની ચમક પણ જળવાઈ રહે છે.