બાળકોની બ્રેસ્ટફિડિંગની આદત છોડાવા માટે અપનાવો આ સરળ ઉપાય


By Hariom Sharma01, Jun 2023 09:10 AMgujaratijagran.com

બાળકોને 6 મહિના અથવા 1 વર્ષ સુધી સ્તનપાન કરાવવાની સલાહ આપવામાં આવે છે. ઘણાં બાળકો 2થી 3 વર્ષના હોવા છતાં માતાનું દૂધ પીવે છે. આ માટે બાળકોની બ્રેસ્ટફિડિંગ આદત છોડાવા માટે અપનાવો આ ઉપાય.

ધીમે ધીમે ઘટાડો

બાળકોની દૂધ પીવાની આદત એકદમ ના છોડાવવી જોઇએ. જો તમે દિવસામાં 5 વખત ફિડિંગ કરાવો છો તો 4 વખત જ કરાવો. બીજા દિવસે 3 વખત ફિડ કરાવો.

દૂધ પીવડાવીને સૂવડાવો

રાત્રે બાળકને દૂધ પીવડાવીને સૂવડાવવાનું કારણ છે કે રાત્રે વારંવાર ઉઠી દૂધ પીવડાવવાથી તમે બચી શકો છો. બ્રેસ્ટફિડિંગની આદત છોડાવવા માટે રાત્રે બાળકને સૂતા પહેલા દૂધ પીવડાવો.

સમય પર ધ્યાન આપો

તમે કેટલા સમય સુધી સ્તનપાન કરાવો છો તે પણ ધ્યાન રાખો. સ્તનપાનની આદત છોડાવવા માટે વધુ સમય સુદી બ્રેસ્ટફિડ ના કરાવો. ધીમે ધીમે સ્તનપાનના સમયમાં ઘટાડો કરો.

ધ્યાન ભટકાવો

બાળકોનું ધ્યાન ભટકાવવાથી પણ બ્રેસ્ટફિડિંગની આદત છોડાવી શકો છો. જો બાળક ભૂખ્યું નથી છતાં પણ દૂધ પીવાની જીદ કરે છે તો રમકડાં આપીને તેનું ભટકાવી શકો છો.

અંતર રાખો

ઘણી વાર બાળકો માતાના સ્પર્શના કારણે પણ દૂધ પીવાની જીદ કરતા હોય છે. બ્રોસ્ટફિડિંગની આદત છોડાવવા માટે બાળકોને પોતાના થોડા દૂર સૂવડાવો. આમ કરવાથી સ્તનપાનની આદત છૂટી જશે.

તુલસી ખાવાથી ફાયદો જ નહીં નુક્સાન પણ થાય છે, સાઈડઈફેક્ટ જાણીને થશો દંગ