તુલસી ખાવાથી ફાયદો જ નહીં નુક્સાન પણ થાય છે, સાઈડઈફેક્ટ જાણીને થશો દંગ


By Sanket M Parekh01, Jun 2023 04:15 PMgujaratijagran.com

પ્રેગ્નેન્સીમાં નુક્સાનદાયક

તુલસીના પત્તાને પ્રેગ્નેન્સીમાં ખાવાથી ભ્રૂણને નુક્સાન પહોંચી શકે છે. આટલું જ નહીં, ગર્ભપાતનો ખતરો પણ વધી જાય છે.

દાંત પર ડાઘ-ધબ્બા

તુલસીના પત્તાને દરરોજ ચાવવાથી તેમાં રહેલા આયરન દાંત પર ડાઘ-ધબ્બાનું કારણ બની શકે છે. આથી તુલસીના પત્તાને ચાવવાની જગ્યાએ ગળી જવા જોઈએ.

લિવરને નુક્સાન

તુલસીના પત્તાને દરરોજ ખાવાથી લિવરને નુક્સાન થઈ શકે છે. દવાઓ અને તુલસીને સાથે ખાવાથી લીવરની કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે.

લોહી પાતળું કરશે

તુલસીના પત્તા લોહીને પાતળું કરે છે. જો તમે દરરોજ તુલસીના પત્તાનું સેવન કરતાં હોવ, તો આજે જ બંધ કરી દો, નહીંતર તકલીફમાં મૂકાઈ શકો છો.

ડાયાબિટીસ

તુલસીના પત્તાને ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટી જાય છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓને તુલસી ખાવાથી નુક્સાન થઈ શકે છે.

ફર્ટિલિટી પર અસર

તુલસીના પત્તાને ખાવાથી પુરુષ અને મહિલા બન્નેની ફર્ટિલિટી પર અસર પડે છે. જેથી બાળક પેદા કરવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે.

કેન્સરનો ખતરો વધશે

તુલસીને સીધી ચાવીને ખાવાથી નુક્સાન થઈ શકે છે. જેના તેલમાં એસ્ટ્રાગોલ નામનું કેમિકલ હોય છે, જે કેન્સરનો ખતરો વધારી શકે છે.

ખાવાનું ખાધા પછી ગોળ ખાવાના ફાયદા