ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ, ગરમ પવન, શરીરમાં પાણીની ઉણપના લીધે નસકોરી ફુટવાની સમસ્યા થાય છે. ઘણીવાર ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું નસકોરી ફુટે ત્યારે તમે કયા ઉપાયો અજમાવી શકો છો
તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનના કારણે નાકની અંદરની રક્તવાહિનીઓ ફાટી જાય છે, જેના કારણે લોહી નીકળવા લાગે છે.
જો પણ કોઈને નસકોરી ફૂટે ત્યારે સૌથી પહેલા તેને પીઠ પર સીધો સુવડાવો. તેનાથી રક્તસ્ત્રાવ બંધ થશે અને તેના કારણે થતી ચિંતા પણ દૂર થશે.
આવા કિસ્સામાં બરફનો પણ ઉપયોગ તમે કરી શકો છો, આની માટે બરફને કોટનના કપડામાં લપેટીને તેને નાક ઉપર હાડકા પાસે 2-3 મિનિટ માટે રાખી મુકો આનાથી બરફની ઠંડકને કારણે નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જશે.
તમે લવંડર તેલ અથવા નાળિયેર તેલ પણ આમા ઉપયોગી નીવડે છે. તેલને પાણીમાં નાખી તેમા કોટન ને ડુબોળી તેને નાક પાસે રાખો
તમે લવંડર તેલ અથવા નાળિયેર તેલ પણ આમા ઉપયોગી નીવડે છે. તેલને પાણીમાં નાખી તેમા કોટન ને ડુબોળી તેને નાક પાસે રાખો
નાકમાંથી લોહી નીકળતું અટકાવવા માટે નાકને ભીનું કરવું જરૂરી છે, આની માટે નાકમાં તેલ કે ઘી નાખો, સ્ટીમ લો, નોઝલ સ્પ્રેનો ઉપયોગ કરો અને થોડી વાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
જો તમે બપોર ના સમયે અતિશય તાપમા બહાર જાવો છો તો નાકને ઢાંકીને બહાર જાવો. આ સિવાય પૂષ્કળ પાણી પણ પીવો
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.