સ્વસ્થ ત્વચા માટે ઘરે જ બનાવો આ 5 પ્રકારના જ્યુસ


By Smith Taral30, May 2024 12:36 PMgujaratijagran.com

ન્યુટ્રિશનિસ્ટ દીપશિખા જૈન ઘરેજ બની શકે તેવા 5 પ્રકારના જ્યુસ બનાવાની સલાહ આપે છે, જેમા તમે તમારી પસંદગીના 2-3 શાકભાજીનો ટેસ્ટી જ્યુસ બનાવી શકો છો. આ સિવાય તેઓ જ્યુસમાં પાલક અને કાલે ન ઉમેરવાનુ કહે છે કારણ કે તેમાં સારી માત્રામાં ઓક્સાલિક હોય છે, જે પથરીનું જોખમ વધારે છે.

કાકડી અને આમળાનો રસ

આ જ્યુસમાં તમે કાકડી, સેલરીના પાન, ટામેટા અને આમળાને મિક્સ કરી હેલ્ધી અને ટેસ્ટી જ્યુસ બનાવી શકો છો. આ તમને ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે

કેપ્સિકમ અને ટામેટાંનો જ્યુસ

જો તમે સ્વસ્થ અને ગ્લોઈંગ સ્કીને મેળવવા માંગતા હોવ તો કેપ્સિકમ, ટામેટા અને ફુદીનાના પાનને મિક્સ કરીને આ જ્યુસ સેવન કરી શકો છો.

ગાજર અને ટામેટાંનો જયુસ

ટામેટા અને ગાજરનું સેવન કરવું ત્વચા માટે ઘણુ સારુ માનવામાં આવે છે, તમે આનો જ્યુસ પણ બનાવીને પી શકો છે. આ માટે મીક્ષર જારમાં ગાજર, ટામેટા, ફુદીનો અને લીંબુનો રસ ઉમેરીને તેને ગ્રાઈ્ન્ડ કરીને જ્યુસ બનાવો.

બીટરૂટ અને કાકડીનો જયુસ

બીટરૂટ અને કાકડીનો જયુસના સેવનથી તમને સ્કીન હેલ્ધી રાખી શકો છો, આ માટે બીટરૂટ, કાકડી, ટામેટા, 10-12 મીઠો લીમડો, ફુદીનાના પાન અને લીંબુનો રસ આમળા ઉમેરીને આ જ્યુસ બનાવીને પીવો

બીટરૂટ અને કાકડીનો જયુસ

બીટરૂટ અને કાકડીનો જયુસના સેવનથી તમને સ્કીન હેલ્ધી રાખી શકો છો, આ માટે બીટરૂટ, કાકડી, ટામેટા, 10-12 મીઠો લીમડો, ફુદીનાના પાન અને લીંબુનો રસ આમળા ઉમેરીને આ જ્યુસ બનાવીને પીવો

ગાજર અને આમળાનો રસ

આમળામાં વિટામિન સી હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં ગ્લોઈંગ સ્કિન માટે ગાજર, ટામેટાં, સેલરી,મીઠો લીમડો અને આમળાને મિક્સ કરીને જ્યુસ બનાવો

આ જ્યુસ પીવાના ફાયદા

આ 6 જ્યુસનું સેવન કરવાથી તમારી પાચનમાં સુધારો થાય છે, વજન ઘટાડો, આંતરડાના સારુ સ્વાસ્થ્ય, અને તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

જાણી લો માસિક ગેસ બિલ કેવી રીતે ઘટાડવું?