રોંજીદા જીવનમાં આપણે ગેસનો વપરાશ મોટી માત્રામાં કરીએ છીએ, રસોઈ બનાવવાથી લઈને ગીઝરમાં પાણી ગરમ કરવા, ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આવામાં ક્યારેક બિલ પણ બજેટ બહાર જતુ રહે છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું કે તમે તમારા ગેસનું માસિક બિલ કેવી રીતે ઘટાડી શકો છો
ઘણીવાર પાઇપ, બર્નર અથવા રેગ્યુલેટરમાં નાના લિકેજ હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છે અને ગેસનો બગાડ થાય છે અને ગેસ બિલમાં વધારો થાય છે. માટે તમારી ગેસની સગડી અને પાઈપને સમયસર ચેક કરતા રહેવું જોઈએ
એકસાથે ઘણી બધી વાનગીઓ રાંઘવામાં આવે તો પણ ગેસનો ખૂબ ઉપયોગ થાય છે. માટે બની શકે તેટલું યોગ્ય માત્રામાં રાંધવુ જોઈએ
ઘણાને ઉતાવળમાં રસોઈ કરવાની ટેવ હોય છે, અથવા જમવાનું ઝડપી બની જાય તે માટે ગેસનો હાઈ ફ્લેમ પર રાખે છે. આમ કરવાથી ગેસનો બગાડ થાય છે. આ સિવાય હાઈ ફ્લેમ રસોઈ બનાવવાથી ખોરાકના પોષક તત્વો અને ફાયદાકારક ઉત્સેચકો પણ નાશ પામે છે
ઘણા લોકો વાનગી બનાવવાની સામગ્રી તૈયાર કર્યો વિના જ રસોઈ શરુ કરી દે છે. વાસણ ગેસ પર ચડાવ્યા પહેલા બધી વસ્તુઓ એકસાથે રાખી લો જેથી તેને શોધવામા સમય ન જાય અને ગેસનો પણ વેડફાટ ન થાય
ઘણા લોકો વાનગી બનાવવાની સામગ્રી તૈયાર કર્યો વિના જ રસોઈ શરુ કરી દે છે. વાસણ ગેસ પર ચડાવ્યા પહેલા બધી વસ્તુઓ એકસાથે રાખી લો જેથી તેને શોધવામા સમય ન જાય અને ગેસનો પણ વેડફાટ ન થાય
જો તમે અનાજ, કઠોળ, ચોખા વગેરે જેવો ખોરાક રાંધતા હોવ તો તે પહેલાં તેને પાણીમાં પલાળી રાખો જેથી તે ઝડપથી અને વધુ સારી રીતે રાંધી શકાય. આમ કરવાથી રસોઈ પણ સારી થાય છે અને ગેસનો પણ બચાવ કરી શકાય છે