જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો રોજ નાસ્તામાં ખાઓ આ વસ્તુઓ


By Smith Taral29, May 2024 04:01 PMgujaratijagran.com

વજન વધવું એ આજકાલ ઘણી સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનહેલ્ધી ખોરાક અને ખરાબ લાઈફસ્ટાઈલના લીધે વજન વધી શકે છે. પરંતુ જો તમે તમારા ડાયેટ ઉપર ધ્યાન આપો તો તમે ઝડપથી વજન ઓછુ કરી શકો છો. સવારમા આ નાશ્તાઓ તમને ઝડપથી વજન ઓછુ કરવામાં મદદ કરશે.

સોજીનો ઉપમા

તમે તમારા ડાયટમાં સોજીનો ઉપમા બનાવીને ખાઈ શકો છો. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે આ એક સારો વિકલ્પ છે. આમાં તમે ગમે તેટલી શાકભાજી ઉમેરી શકો છો

પૌઆ

પૌઆ ખાવામાં હળવો ખોરાક છે, અને પચવામાં પણ સરળ છે. તમે પૌઆ સાથે એક ગ્લાસ છાશ પણ લઈ શકો છો.

ઓટ્સ

ઓટ્સને તમે ઝડપથી બનાવીને ખાઈ શકો છો, ઓટ્સ ફાઈબરથી પણ ભરપૂર અને સુપર હેલ્ધી હોય છે. આ સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે આના સેવનથી તમે લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી

પોર્રીજ

વજન ઘટાડવા માટે તમે પોર્રીજને પણ તમારા ડાયેટમા સામેલ કરી શકો છો. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે, પોર્રીજ ખાધા પછી તમને જલ્દી ભૂખ નથી લાગતી.

પોર્રીજ

વજન ઘટાડવા માટે તમે પોર્રીજને પણ તમારા ડાયેટમા સામેલ કરી શકો છો. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે, પોર્રીજ ખાધા પછી તમને જલ્દી ભૂખ નથી લાગતી.

દૂધ અને કોર્નફ્લેક્સ

જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે નાસ્તામાં દૂધ અને કોર્નફ્લેક્સ પણ ખાઈ શકો છો. કોર્નફ્લેક્સમાં થાયમીન હોય છે, જે મેટાબોલિક રેટ અને એનર્જી વધારે છે.

ચીલા

તમે સવારના નાસ્તામાં ચણાના લોટ અથવા ઓટ્સથઈ બનેલા ચીલા પણ ખાઈ શકો છો. ફાઈબરથી ભરપૂર હોવા ઉપરાંત, તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે.

વજન ઘટાડવા માટે આ રીતે ચિયા સીડ્સનો ઉપયોગ કરો