શિયાળામાં ઘણા લોકોને કાનમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ કાનના દુખાવાથી પરેશાન છો અને ઈલાજ કરાવીને કંટાળી ગયા હોવ તો તમે કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચારની મદદ લઈ શકો છો. આ ઉપાયોની મદદથી તમે ઘરે બેઠા જ કાનના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
શિયાળામાં કાનમાં દુખાવો થવા પાછળ ઘણા કારણો છે. ઘણી વખત આ દુખાવો નાક બંધ થવાથી અને શરદીને કારણે થાય છે. તેથી આ પીડા પાછળના મુખ્ય કારણો ચેપ, સાઇનસ અને ઠંડા પવન પણ હોઈ શકે છે.
શિયાળામાં કાનના દુખાવાથી રાહત મેળવવા માટે તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સરસવનું તેલ ગરમ કરીને તેના થોડા ટીપા કાનમાં નાખવાથી તમને દુખાવામાં તરત જ રાહત મળશે.
તુલસી તેના ઔષધીય ગુણો માટે પ્રખ્યાત છે તેથી કાનમાં દુખાવા દરમિયાન તમે તુલસીના રસના થોડા ટીપા કાનમાં નાખી શકો છો. તેનાથી તમને બહુ જલ્દી રાહત મળશે.
કાનના દુખાવામાં લસણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી તમે લસણની કેટલીક કળીઓને કોઈપણ તેલમાં નાખીને ફ્રાય કરીને સહેજ ગરમ થાય પછી તેલને કાનમાં નાખવાથી રાહત મળેશે.
ડુંગળીની મદદથી પણ કાનના દુખાવામાં રાહત મળે છે. આ ઘરેલું ઉપાય માટે એક ચમચી ડુંગળીનો રસ હૂંફાળો. આ પછી કાનમાં રસના 2-3 ટીપાં નાખો.
કાનના દુખાવાને ઓછો કરવા માટે ઓલિવ ઓઈલ પણ સારો વિકલ્પ બની શકે છે. આ માટે ઓલિવ ઓઈલને થોડું ગરમ કરો. હવે તેના થોડા ટીપા કાનમાં નાખો.
આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી તમે કાનના દુખાવાથી રાહત મેળવી શકો છો, સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.