રાતે સૂતા પહેલા 2 કાચી ખજૂર ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કાચી ખજૂરના સેવનથી પાચનતંત્રમા પણ સુધારો થાય છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.
એક્સપર્ટ ડોક્ટર ભૂવનેશ્વરીના કહ્યા પ્રમાણે કાચી ખજૂરમા ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, પ્રોટીન અને અનેક જરુરી મિનરલ્સ હોય છે.
કાચી ખજૂરનુ સેવન કરવાથી વાળ સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. કાચી ખજૂરમા રહેલા આયરન અને વિટામિન બી માથાના ભાગમા બ્લડ સર્કુલેશનને સુધારે છે અને તેનાથી વાળનુ ખરવાનુ પણ બંધ થાય છે.
કાચી ખજૂરમા સ્ટેરોલ અને એસ્ટ્રોલ માત્રા ખૂબ જ વધારે હોય છે, જેનાથી કાચી ખજૂર શરીરમા ફર્ટિલિટી વધારવાનુ કામ કરે છે.
રોજ 2 કાચી ખજૂર ખાવાથી શરીરમા લોહીની ઉણપ દૂર થાય છે. ખજૂરમા આયરનની માત્રા વધુ હોય છે જે શરીરમા હીમોગ્લોબિનની માત્રાને વધારવામા મદદ કરે છે.
કાચી ખજૂર પેટ માટે ફાયદાકારક હોય છે. ખજૂરમા ફાઈબરની માત્રા વધુ હોય છે જે પેટ સંબધિત સમસ્યાઓ માથી છૂટકારો આપે છે. જેમકે ગેસ, અપચો, કબજિયાત વગેરે.
2 કાચી ખજૂર ખાવાથી શરીરનો વજન ઓછો થાય છે. ખજૂર પાચનતંત્રને સુધારે છે, જેનાથી કેલેરી ખૂબ જ ઝડપથી બર્ન થાય છે.