ઠંડીમા થતા કાનના દુખાવાને દૂર કરવા અપનાવો આ ઉપાય


By Hariom Sharma10, Dec 2023 04:11 PMgujaratijagran.com

કાનનો દુખાવો

ઠંડી આવતાની સાથે જ ઘણા લોકોના કાનમા દુખાવા થવાની સમસ્યા જોવા મળતી હોય છે. જો તમે પણ કાનમા થતા દુખાવાને દૂર કરવા અલગ અલગ ઉપાયો અપનાવી ચૂક્યા છો તો તમે અહી જણાવેલ કેટલાક ઉપાયોને અમલમા મૂકી શકો છો. આ ઉપાયોને અમલમા મૂકવાથી તમે કાનમા થતા દુખાવા માથી છૂટકારો મેળવી શકો છો.

કેમ થાય છે દુખાવો?

ઠંડીમા થતા કાનના દુખાવાના અનેક કારણો હોય શકે છે. ઘણીવાર બંધ નાક અને તાવના કારણે કાનમા દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત દુખાવાની પાછળ કાનમા લાગેલો ચેપ, સાયનસ તથા ઠંડીમા કાનમા ભરાઈ જતી હવા જેવા કારણો જવાબદાર હોય છે.

સરસોનુ તેલ

ઠંડીમા થતા કાનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સરસોના તેલને નવસેકુ ગરમ કરીને તેના 2-3 ટીંપા કાનમા નાખી શકો છો. તેનાથી તમને દુખાવામા રાહત મેળવી શકો છો.

તુલસી

તુલસીમા ઔષધિય ગુણો હોય છે. એવામા કાનમા તુલસીના પાંદડાના રસના કેટલાક ટીપા કાનમા નાખી શકો છો. તેનાથી કાનના દુખાવા માથી છૂટકારો મેળવી શકાય છે.

લસણ

લસણ કાન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે લસણની કેટલીક કળીઓને તેલમા પકાવી લો. ત્યારબાદ તેલને નવસેકુ ગરમ થયા પછી તેના ટીપા કાનમા નાખો.

ડુંગળી

ડુંગળીની મદદથી તમે કાનના દુખાવાથી રાહત મેળવી શકો છો. આ ઉપાય માટે તમે એક ચમચી ડુંગળીના રસને નવસેકુ ગરમ કરીને કાનમા નાખો. આ કરવાથી દુખાવામા રાહત મળશે.

ઓલિવ ઓઈલ

ઠંડીમા થતા કાનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે ઓલિવ ઓઈલ પણ એક સારો વિકલ્પ છે, આ માટે ઓલિવ ઓઈલને નવસેકુ ગરમ કરી લો ત્યારબાદ તેના ટીપા કાનમા નાખો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પગની માંસપેશિયોના દુખાવાને દૂર કરવા શુ કરવુ?