લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે. જે કાનમાં જામેલી મેલને સાફ કરે છે. આ સાથે જ તેનો ઉપયોગ કરવાથી કાનમાં ચેપ નથી ફેલાતો.
લસણનું તેલ બનાવવા માટે તેની 4-5 કળીઓ લઈને ફોલી નાંખો. હવે તેને નારિયેળના તેલમાં તળો. આ તેલને ગાળીને પછી તેને કાનમાં નાંખો. જો કે એક વાતનું ધ્યાન રાખશો, તેલ વધારે પડતુ ગરમ ના હોવું જોઈએ.
એપ્પલ સાઈડર વિનેગરમાં અનેક ગુણ મળી આવે છે. જે ઈયરવેક્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. આ સાથે જ તેનાથી કાનમાં જામેલો મેલ સાફ થઈ જાય છે.
એપ્પલ સાઈડર વિનેગરની અડધી ચમચીમાં 2 ચમચી પાણી નાંખીને તેને પાતળુ કરી દ. હવે તેને કાનમાં નાંખો અને બે મિનિટ માટે છોડી દો. 2 મિનિટ બાદ બડ્સની મદદથી કાનને સાફ કરી શકો છો.
વાળની સાથે કાનની સફાઈ માટે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. જે કાનમાં મેલ જામવા નહીં દે અને કાનમાંથી આવનારી દુર્ગંધને પણ દૂર કરે છે.
2 ચમચી પાણીમાં 4 ચપટી બેકિંગ સોડા નાંખો અને તેનું મિશ્રણ બનાવી લો. જે બાદ તેના થોડા ટપકાં કાનમાં નાંખીને બે મિનિટ રહેવા દો અને પછી કાનને સાફ કરી લો.