એવી ઘણી આદતો છે જે ત્વચાને અસર કરે છે. આ આદતો અપનાવવાથી બચવું જોઈએ. ચાલો જાણીએ કઈ આદતોથી ત્વચાને નુકસાન થાય છે?
ઘણી એવી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ કરવાથી ચહેરાને નુકસાન થાય છે. આ પ્રોડક્ટનો ઉપયોગ ટાળવો જોઈએ.
ઘણીવાર કેટલાક લોકો ખોટી આદતોનો શિકાર બની જાય છે. ઘણી વખત ત્વચાને સુધારવાને બદલે આપણે એવી આદતો અપનાવીએ છીએ જે તેને બગાડે છે.
ધૂમ્રપાન કરવાથી શરીરને ભારે નુકસાન થાય છે. જેના કારણે ફેફસાં ઉપરાંત ત્વચાને પણ નુકસાન થાચ છે.
ઘણા લોકોને ગરમ પાણીથી નહાવાનું પસંદ હોય છે. આમ કરવાથી ત્વચાનો કુદરતી ભેજ જતો રહે છે અને ત્વચા શુષ્ક થઈ જાય છે.
વધુ પડતું ખાંડનું સેવન કરવાથી ત્વચાના કોલેજન સ્તર પર અસર થવા લાગે છે. જેના કારણે ત્વચા પર વૃદ્ધત્વની સમસ્યા શરૂ થાય છે.
ઘણા લોકો એક બાજુ પર સૂઈ જાય છે. તેનાથી ચહેરા પર લાઇનિંગ બને છે. આ સિવાય તણાવ પણ વધવા લાગે છે.
ઘણા લોકો તેમના ચહેરાને સ્વચ્છ રાખવા માટે વધુ પડતા ફેસ વોશનો ઉપયોગ કરે છે. જેના કારણે ત્વચા શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.